રાજકોટમાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતા શક્તિસિંહે કહ્યું- અહંકાર તેમજ સતા-પૈસાનો દુરૂપયોગ થવા છતાં મને વિશ્વાસ છે કોંગ્રેસ આવશે | Veteran leader of Congress in Rajkot, Shaktisingh said - I am confident that Congress will come in spite of arrogance and misuse of money. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Veteran Leader Of Congress In Rajkot, Shaktisingh Said I Am Confident That Congress Will Come In Spite Of Arrogance And Misuse Of Money.

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ આજરોજ રાજકોટ કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજગુરુનાં પુસ્તક વિમોચન પ્રસંગે રાજકોટ આવી પહોંચ્યા હતા. અહીં તેમણે કર્ણાટકમાં કોંગ્રેસની જીત થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, કર્ણાટકમાં કોઈનો અહંકાર તેમજ સતા અને પૈસાનો દુરૂપયોગ થયો હતો. છતાં મને વિશ્વાસ છે કે, કર્ણાટકમાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતીની સરકાર બનશે. ત્યાંના લોકો ભાજપથી ત્રસ્ત હતા. તો ઈન્દ્રનીલ રાજગુરુએ ભાજપમાં જોડાવાની વાતનો જવાબ આપવા ઈન્કાર કર્યો હતો.

જન આશીર્વાદથી કોંગ્રેસની સરકાર બનશે
શક્તિસિંહનાં જણાવ્યા અનુસાર કર્ણાટકની જનતા ભારતીય જનતા પાર્ટીનાં શાસનથી ત્રાસી ગઈ હતી. 40 ટકા કમિશન લેવાતું હતું અને લોકોની અંદર દિલથી ભાવ હતો કે કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર હોવી જોઈએ. કર્ણાટકમાં હું પોતે પણ હતો અને લોકોનો સમર્થન, પ્રેમ નજરે જોયો છે. ઉપરાંત ત્યાંના અમારા નેતાઓ એક બનીને ચૂંટણી લડ્યા છે. ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે, જન આશીર્વાદથી ત્યાં કોંગ્રેસની સરકાર બનશે. જોકે હાલ આ અનુમાન છે, આવતીકાલે પરિણામો સામે હશે. આખરે જનતા જનાર્દન નિર્ણય કરતી હોય છે.

PMએ પ્રચારક તરીકે ત્યાં મહેનત કરી છે
વધુમાં તેમણે કહ્યું કે, કોઈનો અહંકાર, વૈભવ સતા અને પૈસાનો દુરૂપયોગ આ બધું ત્યાં થયું છે. છતાં મને પૂર્ણ વિશ્વાસ છે કે, કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓની મહેનત અને લોકોના આશીર્વાદથી સંપૂર્ણ બહુમત સાથે કોંગ્રેસ સરકાર બનશે. ઘણી રેલીઓ અને શહેરમાં પ્રધાનમંત્રીનાં 26-26 કિલોમીટર લાંબા રોડ-શો પણ થયા છે. PMએ પ્રચારક તરીકે ત્યાં મહેનત કરી છે. પરંતુ આખરે લોકોનો નિર્ણય મહત્વનો હોય છે. એક દિવસનો સમય બાકી છે. કાલે જ ત્યાં પરિણામ સામે હશે.

લોકશાહી લોકજાગરણ નામે પુસ્તકનું વિમોચન
આજે હેમુગઢવી હોલ ખાતે કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજગુરુનાં લોકશાહી લોકજાગરણ નામે પુસ્તકનું વિમોચન થયું હતું. જેમાં ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા ઉપરાંત કોંગ્રેસના શક્તિસિંહનાં હસ્તે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વજુભાઇ એક ભાજપ નેતા હોવા છતાં શા માટે તેમના હસ્તે વિમોચન થયું તે સવાલનો જવાબ આપતા ઈન્દ્રનીલ કહ્યું હતું કે, લોકો માટેના કામ કરવા કોઈપણ પક્ષના નેતાઓ સાથે બેસી શકે છે. જોકે તેઓ ભાજપમાં જોડાશે કે નહીં ? પ્રશ્નનો જવાબ આપવાનો ઈન્દ્રનીલે ઈન્કાર કર્યો હતો. તેમજ કહ્યું હતું કે, હું આવી કોઈ બેકાર વાતને સમાચાર બનવા દેવા માંગતો નહીં હોવાથી તેનો જવાબ નહીં આપું.

أحدث أقدم