મોરવા હડફના મોરા ગામે મારક હથિયાર વડે મારી, દોરડાથી બાંધીને રોડ ઉપર ઢસેડીને લઈ જતો વીડિયો વાઇરલ; પોલીસે તપાસ હાથ ધરી | Video Viral of Morwa Hadaf's Mora Village Killed with Deadly Arms, Tied with Ropes and Carried on Road; The police conducted an investigation | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • Video Viral Of Morwa Hadaf’s Mora Village Killed With Deadly Arms, Tied With Ropes And Carried On Road; The Police Conducted An Investigation

પંચમહાલ (ગોધરા)2 કલાક પહેલા

  • કૉપી લિંક

મોરવા હડફ તાલુકાના મોરા ગામે બે યુવકોએ એક શ્વાનને નિર્દયતાથી કોઈક હથિયાર વડે મારી નાખી એક દોરડાથી બાંધીને રોડ ઉપર ઢસડી લઈ જતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ જીવદયા પ્રેમીઓમાં નારાજગી જોવા મળી હતી અને બંને બાઈક ચાલક અસામાજિક તત્ત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. હાલતો જીવદાયાપ્રેમીઓએ મોરવા હડફ પોલીસ સ્ટેશનમાં બંને બાઈક સવાર પર ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ વીડિયો માત્ર 1 મિનિટ 33 સેકન્ડનો છે. આમાં જોઈ શકાય છે કે, કેવી રીતે બે યુવકો શ્વાનને કોઈક હથિયાર વડે ઉપરા છાપરી માર મારી એક દોરડાથી પગ બાંધીને બાઈક પાછળ ઢસડી લઈ જઈ રહ્યા છે. આ વીડિયોએ લોકોને તો હંમેશાની જેમ હેરાન કરી દીધા છે, સાથે જ આ નજારો જોઈને લોકો ખૂબ ગુસ્સામાં છે.

હવે જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને મામલો પોલીસ સુધી પહોંચ્યો તો પોલીસ પણ હરકતમાં આવી ગઈ. ત્યારે મોરવા હડફ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ એમ.કે. માલવીયા સાથે દિવ્ય ભાસ્કરની ટીમે ટેલિફોનીક વાતચીત કરી તો જણાવ્યું કે, આ ઘટના મોરવા હડફ તાલુકામાં આવેલા મોરા ગામના કોઈક અમરીશ પંચાલનાં ઘર આગળનો વીડિયો છે. હાલમાં મોરવા હડફ પોલીસે શ્વાનને નિર્દયતા પૂર્વક મારીને બાઈક સાથે ઢસેડી લઈ જનાર બે અસામાજિક તત્વોને શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

Previous Post Next Post