પરથાણ ગામ પાસે ખોરંભે ચડેલી ઓવર બ્રીજની કામગીરી શરૂ થતાં ગ્રામજનોમાં આનંદ,ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો | Villagers expressed their happiness by bursting firecrackers as the work of Khorhamb over bridge started near Parthan village. | Times Of Ahmedabad

નવસારી7 કલાક પહેલા

  • કૉપી લિંક

નેશનલ હાઇવે નંબર 48 પાસે આવેલા પરથાણ ગામ પાસે ઓવરબ્રિજનું કાર્ય શરૂ થયું હતું. જેમાં કેટલાક વેપારીઓને બ્રિજથી આર્થિક નુકસાની થતી હોવાથી તે કામ અટકાવ્યું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ 11મીમેએ જિલ્લા કલેકટરને આવેદન આપી બ્રિજ રાબેતા મુજબ બનવો જોઈએ તેવી માંગ ઉગ્ર બનાવી હતી.જેમાં તંત્રે બ્રીજ ખસેડવાનું મોકૂફ રહેતા રાબેતા ગ્રામજનોએ ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો.

નેશનલ હાઇવે નંબર 48 પાસેના પરથાણથી વેસ્મા ગામ નજીક છેલ્લા લાંબા સમયથી અકસ્માતની ઘટનામાં વધારો થયો છે.અનેક કાર,બાઈક ચાલકનો કાળ સાથે અહી ભેટો થયો છે.જેથી પરથાણ પાટીયા પાસે હાઇવે ઓથોરિટી દ્વારા સર્વે કરીને બ્રિજની કામગીરી શરૂ કરી હતી.પંરતુ બ્રિજ પાસેના હોટલ, પેટ્રોલ પંપ, નાસ્તાની કેબીન ના ધંધા ને સીધી અસર થવાથી આ વેપારીઓ દ્વારા ખોટી રજૂઆતો કરીને બ્રિજના બાંધકામને અટકાવ્યું હતું. સાથે જ આ બ્રિજને વેજલપુર ગામ પાસે સ્થળાંતરીત કરવાની પણ તજવીજ શરૂ થતા પરથાણના ગ્રામજનોએ 11મી એ ભેગા થઈ જિલ્લા કલેકટરને બ્રિજનું કામ શરૂ કરવા અને તેને મૂળ જગ્યાએ જ કાર્યરત રાખવા આવેદન આપ્યું હતું જેની સકારાત્મક નોંધ લઇને બ્રિજને ખસેડવાનું મોકૂફ રાખ્યું છે.

જિલ્લા કલેકટર કચેરીએ 50થી વધુ ગ્રામજનો એ ભેગા થઈને કલેકટર અમિત પ્રકાશ યાદવને આવેદન આપતા અપીલ કરી હતી કે પરથાણ ગામ નજીક અનેક અકસ્માતો થયા છે જેમાં ખેડૂતોને પશ્ચિમથી પૂર્વ બાજુએ જતા રસ્તો ઓળંગતા તેમને અકસ્માતનો ભય રહેલો છે આ માર્ગને બ્લેન્ક ઝોન પણ જાહેર કરવામાં આવ્યું હોવા છતાં પણ ઓવરબ્રિજનું કામ આટક્યું હતું તેને અન્યત્રક ખસેડવા ની તજવીજ શરૂ થઈ હતી જેને લઈને ગ્રામજનોને વિરોધ નોંધાવ્યો હતો.

أحدث أقدم