મોરવા હડફના રામપુર ગામના આધેડને વતન પરત લાવવા ધારાસભ્ય સહિત ગ્રામજનોએ ફાળો એકત્રીત કર્યો, પરિવારજનો કોલકાતા જવા રવાના થયા | Villagers including MLA collect contribution to bring middle-aged from Rampur village of Morwa Hadaf back to home, families leave for Kolkata | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • Villagers Including MLA Collect Contribution To Bring Middle aged From Rampur Village Of Morwa Hadaf Back To Home, Families Leave For Kolkata

પંચમહાલ (ગોધરા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

આજથી આશરે સાડા ત્રણ વર્ષ પહેલા રામપુર-કસનપુર ગામના આધેડ ભુપતસિંહ નાયકા અસ્થિર મગજ હોવાથી તેમની સારવાર અર્થે રણુજા દર્શનાર્થે ગયા હતા. જ્યાં અકસ્માતે છૂટાં પડી જતા ગુમ થઈ ગયા હતા. જે અરસામાં લોકડાઉન શરૂ થતાં ભૂપતસિંહને શોધવા અઘરું બન્યું હતું. બીજી તરફ ભૂપતસિંહ અજાણતામાં પશ્ચિમ બંગાળના કોલકાતા શહેરમાં પહોંચી ગયા હતા.

કોલકાતામાં “દેવદૂત” તરીકે સેવા કરતાં ડિપ્રેશન રીલીફ ચેરીટેબલ ટ્રસ્ટના સ્વયં સેવકોને ભુપતભાઈ અશક્ત અવસ્થામાં મળી આવતાં તેઓ દ્વારા ભૂપતભાઈની પોતાના આત્મીય વડીલની જેમ સેવા ચાકરી કરી તેઓને પરિવારજનો સુધી પહોંચાડવા માટે​​​​​​​ વીડીયો બનાવી સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો.

વીડિયો અપલોડ કરતાં જ સોશિયલ મીડિયા મારફતે આ વાતની જાણ મોરવા હડફ તાલુકાના રામપુર ગામે રહેતા તેઓના પરિવારજનોને થઈ હતી. બીજી તરફ તેઓના પરિવારની આર્થિક સ્થિતી સારી ન હોવાથી તેઓ દ્વારા મદદ માટે હાથ લંબાવવામાં આવ્યા હતા. ત્યારે મોરવા હડફ વિધાનસભાના ધારાસભ્ય નિમિષા સુથાર સહિત ગ્રામજનો તેમજ જિલ્લાના વિવિધ રાજકીય અગ્રણીઓ આગળ આવ્યા હતા. સામાજિક તેમજ રાજકીય આગેવાનોએ ભેગા મળીને ફંડ એકઠું કરીને રામપુર ગામના વતની એવા ભૂપતભાઈ નાયકાભાઈને ઘરે લાવવાની તજવીજ હાથ ધરી છે. ભૂપતભાઈને પરત વતન લાવવા માટે તેઓના પરિવારજનો કોલકાતા જવા રવાના થયા હતા. ત્યારે ભૂપતભાઈ સાડા ત્રણ વર્ષ બાદ ઘરે પરત આવવાને પગલે નાનકડા એવા રામપુર ગામે ખુશીની લહેર પ્રસરી ગઇ છે.

أحدث أقدم