યુવકે તિરુપતિ બાલાજીના VIP દર્શન કરવા જતા 32 હજાર ગુમાવ્યા, ફ્લિપકાર્ટમાં OTP આપતા ખાતામાંથી 99 હજાર ઉપડી ગયા | Youth lost 32 thousand while going for VIP darshan of Tirupati Balaji, 99 thousand withdrawn from Flipkart account giving OTP | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Youth Lost 32 Thousand While Going For VIP Darshan Of Tirupati Balaji, 99 Thousand Withdrawn From Flipkart Account Giving OTP

રાજકોટ26 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ તેમજ ગાંધીગ્રામ પોલીસ દ્વારા આજ રોજ અલગ અલગ 5 અરજદારોને નાણાકીય ફ્રોડ પોતાના ગયેલા રૂપિયા પરત અપાવવામાં આવ્યા છે. પોલીસે 5 અરજદારોને રૂપિયા 4.50 લાખથી વધુ રકમ પરત અપાવી છે.

રાજકોટ શહેરના અરજદાર તુશારભાઈ પ્રકાશભાઈ પંડ્યાએ ગુગલમાથી તિરૂપતી બાલાજીના ઝડપથી દર્શન કરવા માટે નંબર સર્ચ કરેલ બાદ તેમા ફોન કરીને સામેવાળી વ્યક્તિએ દર્શન ઝડપથી કરવાના બહાને અરજદાર પાસે થી રૂ. 32,000 લીધેલ બાદ વધારે રકમ માગતા અરજદારને જણાયેલ તેનિ સાથે ફ્રોડ થયેલ છે જેને લઇ 11.04.2023 ના રોજ અરજી આપેલ બાદ તેમા કાયદેસરની કાર્યવાહી કરવા ઉપરી અધીકારી દ્વારા થયેલ સુચન મુજબ રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સતત પ્રયત્ન શીલ હોય અને અરજદાર સાથે થયેલ છેતરપીંડી સબંધે તપાસ કરતા રકમ ક્યા એકાઉંટમા ગયેલ અને તે તપાસ કરેલ બાદ અરાદારના બેંક એકાઉંટ ખાતે તપાસ કરેલ બાદ તેની રકમ જે એકાઉંટમા રકમ ગયેલ હતી તેનુ એકાઉંટ ફ્રીઝ કરાવેલ બાદ બેંકના નોડલ ઓફીસરનો સંપર્ક કરી અરજદારના ગયેલ રકમ આજરોજ રૂ. 32,000 પુરેપુરી રકમ પરત અપાવેલ છે..

રાજકોટના રહેવાસી રતિલાલભાઇ મકવાણાને તેમનાં મોબાઇલમાં મેસેજ આવેલ જેમાં ક્રેડીટ કાર્ડમાંથી અલગ-અલગ ટ્રાન્જેક્શન મારફતે કુલ- રૂ.1.20 લાખ ઉપાડી લીધેલ હોય જેથી અરજદારએ આ બાબતે થયેલ છેતરપીંડી સંબંધે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે અરજી આપતા ટેકનીકલ એનાલીસીસ કરી સુઝબુઝથી અરજદારની ગયેલ પુરેપુરી રકમ રૂ.1.20 લાખ ક્રેડિટ કાર્ડમાં પરત અપાવેલ છે. આ તકે પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઇપણ બેંક ઓનલાઈન માહિતી માંગતી નથી, જ્યારે પણ બેંકની માહિતી આપવાની થાય તો આપની બેંકમાં રૂબરૂ જવુ. ઓનલાઇન ફ્રોડનો ભોગ બનો ત્યારે સાયબર હેલ્પ લાઇન નંબર 1930 નો તુરંત સંપર્ક કરવો.

રાજકોટ શહેરના હાર્દિક પ્રકાસભાઇ વડેરાને કોઇ અજાણ્યા વ્યક્તિએ ફોન કરી એક્સીસ ક્રેડીટકાર્ડ ડીપાર્ટમેન્ટના કર્મચારીની ઓળખ આપી અને ફ્લિપકાર્ટ એક્સીસ ક્રેડીટકાર્ડના રીવોર્ડસ પોઇન્ટ ના રૂ.10821 કેસબેક રીડીમ કરવા પ્રોસેસના બહાને અરજદાર પાસે તેમના મોબાઇલ પર એક્સીસ મોબાઇલ નેટ બેંકીંગ એપ્લિકેશન ઓપન કરી ક્રેડીટકાર્ડ એકટીવ કરવા માટેની પ્રોસેસ કરાવી બાદ લીમીટ વધાવડાવી બાદ ગુગલ પર જઇને વેબ પર લીંક ઓપન કરાવી તેમા ઓટીપી સબમીટ કરાવતા તેમના ક્રેડીટકાર્ડ માથી રૂ.99,421 ઉપાડી લેતા અરજદાર સાયબર ક્રાઇમ નાણાકીય છેતરપીંડી સંબંધે 1930 હેલ્પલાઇન પર ફોન કરીને નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર અરજી આપતા રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્રારા અરજદારના ગયેલ નાણા પૈકી સામાવાળાનુ બેંક એકાઉન્ટ સીઝ કરી દેતા તે નાણા સામાવાળાના બેંક એકાઉન્ટમા બ્લોક થઇ જતા અરજદારને કોર્ટમા અરજી કરાવી અને કોર્ટ હુકમ દ્વારા અરજદાર સાથે થયેલ ફોડના કુલ નાણા પૈકી સામેવાળા બેંક એકાઉન્ટ માથી અરજદારના બેંક એકાઉન્ટ્સા રૂ. 98,000 પરત અપાવેલ છે.

રાજકોટ શહેરના નિલેશ રાજેશભાઇ લકુમને કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરી કુરીયરનાના કર્મચારીની ઓળખ આપી કુરીયર આવેલ છે. જે 20 મીટર બેગમાં સમાયેલ છે. તેમ કહેતા અરજદાર તેમને મેળવવા માંગતા સામાવાળા તે કુરીયર મેળવી અપાવવા લીંક મોકલી રીમોટ એક્સેસ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી રૂ.6 નું ટ્રાન્જેકશન અરજદાર પાસે કરાવી યુપીઆઇ પીન મેળવી અલગ અલગ ટ્રાન્જેકશન કરી તેમના બેંક એકાઉન્ટ માથી રૂ.67,900 ઉપાડી લેતા આમ અરજદાર સાયબર ક્રાઇમ નાણાકીય છેતરપીંડી સંબંધે 1930 હેલ્પલાઇન પર ફોન કરીને નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર અરજી આપતા રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્રારા અરજદારના ગયેલ નાણા પૈકી સામાવાળાનુ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેતા તે નાણા સામાવાળાના બેંક એકાઉન્ટમા બ્લોક થઇ જતા અરજદારને કોર્ટમા અરજી કરાવી અને કોર્ટ હુકમ દ્વારા અરજદાર સાથે થયેલ ફ્રોડના નાણા સામેવાળા બેંક એકાઉન્ટ માથી અરજદારના બેંક એકાઉન્ટ્સ રૂ.67,900 પરત અપાવેલ છે.

રાજકોટ શહેરના અરજદાર કિશન નટવરલાલ આકોલાને કોઇ અજાણ્યા વ્યક્તિએ Telegram ના માધ્યમથી ઇન્વેસ્ટ માટે મેસેજ કરીને વધુ રીટર્ન મેળવવા માટે અલગ અલગ સ્કિમમાં ચાર્જ ના બહાને અરજદાર પાસેથી અલગ અલગ કુલ રૂ.54,408 રકમ ટ્રાન્સફર કરાવી લેતા આમ અરજદાર સાયબર ક્રાઇમ નાણાકીય છેતરપીંડી સંબંધે 1930 હેલ્પલાઇન પર ફોન કરીને નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર અરજી આપતા રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્રારા અરજદારના ગયેલ નાણા પૈકી સામાવાળાનુ બેંક એકાઉન્ટ સીઝ કરી દેતા તે નાણા સામાવાળાના બેંક એકાઉન્ટમા બ્લોક થઇ જતા અરજદારને કોર્ટમા અરજી કરાવી અને કોર્ટ હુકમ દ્વારા અરજદાર સાથે થયેલ ફ્રોડના કુલ નાણા સામેવાળા બેંક એકાઉન્ટ માથી અરજદારના બેંક એકાઉન્ટ્સ રૂ.54,408 પરત અપાવેલ છે.

أحدث أقدم