Monday, May 15, 2023

અમદાવાદના ગાંધી આશ્રમની મુલકાતે આવ્યા, રેંટિયા અને બાપુના પોટ્રેટ સાથે ફોટોસેશન કરાવી રવાના | Visited Ahmedabad's Gandhi Ashram, took a photo session with Rentia and Bapu's portrait and left. | Times Of Ahmedabad

અમદાવાદ12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભારતના સંબંધો દરેક દેશો અનેક દિવસને દિવસે વધુ મજબૂત બની રહ્યા છે. અમેરિકાના એમ્બેસડર તરીકે નિયુક્ત થયા બાદ ઇક્રિક ગર્સેટીએ યુનેસ્કો ઓલ્ડ સીટી એટલે કે અમદાવાદ શહેરની પ્રથમ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત હેરીટેજ, ધાર્મિક સ્થળો, સ્વરોજગાર મહિલા સંગઠનની પણ મુલાકાત કરી હતી. અમદાવાદ ખાતે આવેલા સાબરમતી સ્થિત ગાંધી આશ્રમની મુલાકાત લઇ રેંટિયા ઉપર પણ તેમણે હાથ અજમાવ્યો હતો. અને મુલાકાત પૂરી થયા બાદ વિઝીટર બુકમાં તેમણે પોતાની મુલાકાતનો અનુભવ લખ્યો હતો.અલબત્ત ગાંધીજીની પ્રતિમા કે જ્યાં ખુદ પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવો સુતરની આંટી ચડાવે છે તે પ્રતિમા તરફ ગર્સેટી ફરક્યા સુદ્ધા ન હતા. ત્યારે એવી ચર્ચા ચાલી હતી કે શું USAના એમ્બેસેડર ગાંધીજીની પ્રતિમા તરફ જવાનું ભૂલી ગયા?

14 વર્ષમાં ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત
સાબરમતી આશ્રમ ગાંધીજીના અહિંસાના સંદેશ અને ભારતની લોકશાહીના પાયાનું કાયમી પ્રતિક તરીકે આ ઉભો છે. રાજદૂત તરીકે નવી દિલ્હીની બહાર મારો આ પ્રથમ પ્રવાસ છે. આજની મારી આ અમદાવાદ શહેરની મુલાકાત અને યુનાઇટેડ સ્ટેટ માટે ભારતનું મહત્વ દર્શાવી રહી છે. આ જ વિશ્વની સૌથી મોટો લોકશાહી યુનાઇટેડ સ્ટેટ અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત વચ્ચેનો સંબંધ આજ સમગ્ર વિશ્વ જોઈ રહ્યો છે. જૂન મહિનામાં દેશ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ બિડેન સાથે મુલાકાત કરવા યુએસએ આવી રહ્યા છે. 14 વર્ષમાં યુનાઇટેડ સ્ટેટની આ ભારતની પ્રથમ સત્તાવાર રાજ્ય મુલાકાત હશે તેમ ઇક્રિક ગર્સેટીએ જણાવ્યું હતું.

મોદી સ્ટેડિયમની મુલાકાત વગર પ્રવાસ અધુરો
ઇક્રિક ગર્સેટીએ જણાવ્યું હતું કે, યુનેસ્કો દ્વારા હેરિટેજ સિટી તરીકે જાહેર કરેલા અમદાવાદ શહેરની આજે મુલાકાતે કરી છે. હેરિટેજ ધાર્મિક સ્થળોની મુલાકાત બાદ સ્વરોજગાર મહિલા સંગઠન તેમજ ગાંધીનગર ખાતે તૈયાર કરવામાં આવેલા ગિફ્ટ સિટીમાં બિઝનેસ લીડર્સ સાથે જોડાઈ ગુજરાતના રાજકીય તેમજ સામાજિક નેતાઓ સાથે દ્વિપક્ષીય સંબંધો વિશે ચર્ચા કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદની મુલાકાતે હોય અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રોકાયા વગર મારો આ પ્રવાસ પૂર્ણ થઈ શકે નહીં.

ગાંધી આશ્રમ આવી શાંતિની અનુભૂતિ થઈ – ગર્સેટી
એરિક ગર્સેટીએ કહ્યું કે, અત્યાર સુધી ગાંધીજી વિશે સાંભળ્યું હતું. પરંતુ આજે ખુદ ગાંધી આશ્રમમાં આવીને અનુભવ્યું છે. યુએસએ અને ભારત વચ્ચે બે મિલિયન ડોલર નો વ્યાપાર હતો પરંતુ હવે 200 મિલિયનનો વ્યાપાર થઈ રહ્યો છે. આ ઉપરાંત ભારતથી આવતા વિદ્યાર્થીઓ ઉપર પણ જણાવ્યું હતું કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે ભારતથી અમેરિકા આવવા માંગે છે. યુએસએ આ મુદ્દા ઉપર પણ ફોકસ કરી રહ્યું છે. ઘણી બધી કંપનીના સીઈઓ પણ ભારતીય છે. ભારતના વિદ્યાર્થીઓ અમેરિકા લાવવામાં આવે તે અમેરિકા માટે સૌથી વધુ સારી વાત કહી શકાય છે.

ગાંધી પ્રતિમા તરફ ફરક્યા નહિ
સામાન્ય રીતે કોઈ પણ હસ્તી કે નેતા ગાંધી આશ્રમની મુલાકાતે આવતા હોય છે ત્યારે તેઓ અચૂક ગાંધી પ્રતિમા પાસે જઈ અને સુતરની આંટી ચડાવતા હોય છે. જો કે એરિક ગર્સેટી ગાંધી પોર્ટ્રેટ પર સુતરની આંટી ચડાવી હોવાથી તેઓ ગાંધી પ્રતિમા તરફ ફરક્યા પણ નહોતા. જો કે મુલાકાત પૂરી થયે તેમણે વિઝીટર બુકમાં પોતાનો અનુભવ લખ્યો હોતો.

કોણ છે એમ્બેસેડર એરિક ગર્સેટી ?

  • એરિક ગર્સેટી પ્રતિબદ્ધ જાહેર સેવક, શિક્ષક અને રાજદ્વારી છે.
  • 15 માર્ચ, 2023 ના રોજ ભારતીય પ્રજાસત્તાકમાં યુનાઇટેડ સ્ટેટ્સના 26મા રાજદૂત તરીકે દ્વિપક્ષીય મતમાં તેમની પુષ્ટિ કરવામાં આવી હતી.
  • લોસ એન્જલસના સિટી કાઉન્સિલ મેમ્બર તરીકે 12 વર્ષ સેવા આપ્યા પછી સિટી કાઉન્સિલના પ્રમુખ તરીકે તેમજ ગારસેટ્ટીના 42માં મેયર તરીકે ચૂંટાયા હતા.
  • 2013માં લોસ એન્જલસના સિટી ઓફ લોસ એન્જલસના ઇતિહાસમાં સૌથી યુવા મેયર તરીકે, અને તે 2017 માં તેમના શહેરમાં અત્યાર સુધીના સૌથી વધુ માર્જિન સાથે ફરીથી ચૂંટાયા હતા.
  • ગર્સેટીએ વિક્રમી આર્થિક વૃદ્ધિ અને તકોના સમયગાળાની દેખરેખ રાખી, 2028 માં લોસ એન્જલસ માટે ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સ જીતી અને રેકોર્ડ બજેટ સરપ્લસ સાથે શહેર છોડી દીધું.
  • ગર્સેટીએ બી.એ. કોલંબિયા કોલેજ, કોલંબિયા યુનિવર્સિટીમાં જોન જય વિદ્વાન તરીકે.
  • એમ્બેસેડર ગર્સેટ્ટીએ કોલંબિયામાં હિન્દી અને ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસનો અભ્યાસ કર્યો અને કોલંબિયા યુનિવર્સિટીની સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ એન્ડ પબ્લિક અફેર્સમાંથી માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી છે.
  • સ્નાતક થયા પછી, એમ્બેસેડર ગારસેટીને રોડ્સ સ્કોલર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, તેઓ ધ ક્વીન્સ કોલેજ, ઓક્સફોર્ડ અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં અભ્યાસ કરતા હતા.

Related Posts: