الأحد، 21 مايو 2023

બાગેશ્વર બાબાના નામે નહીં પણ કામોથી અમે જીતીશું: મનસુખ વસાવા | We shall win not in the name of Bageshwar Baba but by deeds: Mansukh Vasava | Times Of Ahmedabad

નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

સમગ્ર દેશમાં હાલ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ચર્ચામાં છે અને વિપક્ષ બાબા ભાજપના ઇશારે કામ કરતો હોવાના અને 2024ની ચૂંટણી ભાજપ બાગેશ્વર બાબાના સહારે જીતવા માગે છે તેવા આક્ષેપો કરાઇ રહ્યાં છે. આ વિવાદમાં હવે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ઝંપલાવ્યું છે. તેમણે કહ્યું છે કે, ભાજપ પોતે કરેલા વિકાસ કામોથી 2024ની ચૂંટણી જીતશે.

‘બાગેશ્વર બાબા પણ આધ્યાત્મિક ગુરૂ છે’
સાંસદ મનસુખ વસાવાએ બાબા બાગેશ્વરને સમર્થન કરતા જણાવ્યું હતું કે, ભાજપ રાષ્ટ્રવિચારધારામાં માનનારી પાર્ટી છે અને બાગેશ્વર બાબા પણ આધ્યાત્મિક ગુરૂ છે. બાબા દેશમાં વ્યસનમુકિત માટે કામ કરી રહ્યાં છે. આગામી વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ભાજપ પોતે કરેલા વિકાસ કામોથી 2024ની ચૂંટણી જીતશે. બાગેશ્વર બાબા જેવા અનેક આધ્યાત્મિક પુરૂષોના આશીર્વાદ મળી રહે અને એવા લોકોની પણ આજે જરૂર છે અને આવા પુરુષોના માર્ગદર્શનથી વિશ્વમાં ઘણી સરકાર ચાલે છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.