الجمعة، 26 مايو 2023

ધાનપુરના અલીન્દ્રામાં ખેતરમા પાળો કેમ નાખ્યો છે? તેમ કહી પથ્થરો માર્યા, લાકડીઓ ફટકારતાં એક ઈજાગ્રસ્ત, ચાર સામે ફરિયાદ નોંધાંવાઈ | Why has embankment been put in the field in Alindra of Dhanpur? A complaint was registered against four people, one injured due to stone pelting and hitting of sticks | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Why Has Embankment Been Put In The Field In Alindra Of Dhanpur? A Complaint Was Registered Against Four People, One Injured Due To Stone Pelting And Hitting Of Sticks

દાહોદ24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અલીન્દ્રા ગામે ખેતરની વચ્ચે પાળો નાંખવાના મદ્દે તકરાર થઈ હતી.આ ઝઘડામાં છુટ્ટા પથ્થરો તેમજ લાકડીઓ ઉછળતા એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

એક જ કુટુંબનાએ ભેગા મળી તકરાર કરી
પ્રાપ્ત વિગત અનુસાર ધાનપુર તાલુકાના અલીન્દ્રાના ગામ ફળિયાના ભુરીયા કુટુંબના ગવાભાઈ જોખલાભાઈ,કબલાભાઈ માવસીંગભાઈ, વીરસીંગભાઈ ગવાભાઈ તથા રમેશભાઈ ગવાભાઈ એમ ચારે જણાએ તેમના ફળિયામાં રહેતા નગરસીંગભાઈ ભાવસીંગભાઈ ભુરીયાના ઘરે આવી બેફામ ગાળો બોલવા લાગ્યા હતા.

માથામાં પથ્થર વાગ્યો,હાથ ફ્રેક્ચર કરી નાખી મારી નાખવાની ધમકીઆપી
આપણા ખેતરની વચ્ચે પાળો કેમ નાંખેલ છે તેમ કહી નગરસીંગ ભુરીયાને છુટ્ટા પથ્થરો મારી માથુ લોહીલુહાણ કરી લાકડીના ફટકા મારી ડાબો હાથ પંજાના ભાગેથી ફ્રેક્ચર કરી ગંભીર ઈજા કરી જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી હતી. આ સંબંધે અલીન્દ્રા ગામના ઈજાગ્રસ્ત નગરસીંગ ભાવસીંગભાઈ ભુરીયાએ નોંધાવેલ ફરિયાદને આધારે ધાનપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.