પ્રેમ સંબંધનો ભાંડો ફોડતા પતિએ પત્નીને પતાવી દીધી, લાશ દફનાવવા જતા મિત્રએ યુવકની હત્યા કરી; આડા સંબંધમાં બે પરિવાર વિખેરાયા | The wife died after breaking the husband's pot of love affair with the friend's wife, the youth was killed by the friend. | Times Of Ahmedabad
- Gujarati News
- Local
- Gujarat
- Surat
- The Wife Died After Breaking The Husband’s Pot Of Love Affair With The Friend’s Wife, The Youth Was Killed By The Friend.
સુરત29 મિનિટ પહેલા
- કૉપી લિંક
સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ડબલ મર્ડરના આરોપીને ઝડપી પાડયો
સુરતમાં વિચિત્ર ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. સુરતના વેડ રોડ ખાતે આવેલા તાપી નદીના પાળાપાસેથી પતિ–પત્નીની હત્યા કરાયેલી પોલીસને લાશ મળી.ચોક બજાર પોલીસે આ ડબલ મર્ડરની તપાસ કરીને ચોકાવનારી મર્ડર મિસ્ટ્રી સામે આવી હતી. પહેલા પતિએ તેના પત્નીની ગળે ટુંપો આપી હત્યા કરી અને ત્યારબાદ હત્યારા પતિની જ હત્યા તેના મિત્રએ કરી નાખી હતી. બંનેના મૃતદેહ પોલીસને તાપી નદી પાસેથી મળી આવ્યા હતા ત્યારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દાહોદ ખાતેથી હત્યા કરનાર મિત્રની ધરપકડ વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી
સુરતના પાલનપુર જકાતનાકા ખાતે આવેલ ઝઘડિયા ચોકડી પાસે અને મૂળ દાહોદ જિલ્લાના ઝાલોદ ગામ ખાતે રહેતા કૌશિક રાઉત અને તેની પત્ની કલ્પના રાઉતની હત્યા કરાયેલી લાશ વેડ રોડ ફૂલવાડી ખાતે તાપી નદીના કિનારા પાળા પાસે મળી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા ચોક બજાર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસને પહેલા મહિલાની લાશ મળી આવી. બે-ત્રણ કલાક બાદ થોડે દૂરથી યુવકની લાશ મળી આવી હતી. પોલીસે બંનેની ઓળખ શરૂ કરી તો જાણવા મળ્યું હતું કે, બંને પતિ-પત્ની છે અને પતિ-પત્ની બંનેની એક જ વિસ્તારમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ તપાસ ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હતી.
હત્યારો મિત્ર જ નીકળ્યો
ચોક બજાર પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ તપાસમાં જોડાઈ હતી.સૌથી પહેલા પોલીસે મરનાર યુવક અને યુવતીની ઓળખ કરવાની શરૂઆત કરી. મરનાર યુવક પાસેથી મોબાઇલ મળી આવ્યો જેના આધારે તે યુવકનું નામ કૌશિક રાઉત અને ઉંમર 21 વર્ષ હોવાનું જાણવા મળ્યું. પોલીસે મહિલાની ઓળખ કરી તો તેની પત્ની હોવાનું ખબર પડી અને તેની ઉંમર 18 વર્ષ અને કલ્પના રાઉત નામ સામે આવ્યું હતું. બાદમાં પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ડબલ મર્ડરની હત્યામાં મરનાર કૌશિકના મિત્ર અક્ષયએ જ કરી છે. અક્ષય હત્યા કરી દાહોદ ભાગી ગયો હતો ત્યારે પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હત્યા કરનાર મિત્ર અક્ષયની દાહોદ બસ સ્ટેશન ખાતેની ઝડપી પાડયો હતો.
પતિના આડા સંબધો પત્નીએ ઝડપી પાડ્યા
ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ હત્યારા આરોપી અક્ષયને ઝડપી પાડ્યો ત્યારે સમગ્ર હકીકત સામે આવતા પોલીસ પણ ચકરાવે ચડી ગઈ હતી. આ બંને પતિ-પત્નીના મર્ડર પાછળ અદ્દભુત મિસ્ટ્રી સામે આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ પી.આઇ. કિરણ મોદીએ જણાવ્યું હતું કે, મિત્રની હત્યા કરનાર અક્ષયની ધરપકડ કર્યા બાદ તેણે પૂછપરછમાં જણાવ્યું હતું કે, હું અને મારી પત્ની મીના, કૌશિક અને તેની પત્ની કલ્પના ચેરવ એક જ ગામના છે. હું અને કૌશિક નાનપણથી મિત્ર છીએ ત્યારે 15 દિવસ પહેલા કૌશિક અને તેની પત્ની કલ્પના સુરત આવ્યા હતા અને મારા ઘરે એક જ રૂમમાં રહેતા હતા. આ દરમિયાન કૌશિક અને મારી પત્ની મીના વચ્ચે અનૈતિક પ્રેમના સંબંધો બંધાયા હતા. આ બાબતની જાણ કૌશિકની પત્ની કલ્પનાને થઈ ગઈ હતી. જેથી બંને વચ્ચે બહુ ઉગ્ર ઝઘડો થયો હતો.
આડા સંબંધમાં પતિએ કરી પત્નીની હત્યા
મિત્રની જ પત્ની સાથે પોતાના પતિના આડા સંબંધનો ભાંડો કલ્પનાએ ફોડી નાખ્યો હતો. આ અંગે કલ્પના તેના અક્ષયની પત્ની સાથે લડવા ગઈ હતી અને આ સમગ્ર બાબતની જાણ પતિના મિત્ર અક્ષયને પણ કરી દીધી હતી. મહત્વનું એ છે કે, કૌશિક અને કલ્પનાએ થોડા સમય પહેલા જ પ્રેમલગ્ન કર્યા હતા ત્યારે તેના પતિ દ્વારા રાખવામાં આવેલા અન્ય સ્ત્રી સાથેના અનૈતિક સંબધ પકડાઈ જતા બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો, જેમાં કૌશિકે તેની પત્ની કલ્પનાનાને ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી હતી.
પત્નીની લાશનો નિકાલ કર્યા બાદ તેની પણ હત્યા
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, કૌશિકે તેની પત્નીની હત્યા કર્યા બાદ તેને આત્માહત્યા દર્શાવવા જતો હતો પરંતુ, તેનો મિત્ર અક્ષય દરેક બાબત જાણી ગયો હતો. જેથી ગામમાં તેમનું નામ બદનામ ન થાય માટે બંને સાથે મળી કલ્પનાની લાશને કોથળામાં ભરી રીક્ષામાં બેસી તાપી નદીના કિનારે લઈ ગયા હતા. અહીં કલ્પનાની લાશને ફેંકી દીધા બાદ કૌશિક અને તેના મિત્ર અક્ષય વચ્ચે ત્યા જ ઝઘડો થયો હતો. આ દરમિયાન અક્ષયે તેના મિત્ર કૌશિકને જ માથામાં પથ્થર મારી ગળે ટૂંપો આપી હત્યા કરી, તેની લાશને તેની પત્નીની લાશથી થોડે દૂર ફેંકી ફરાર થઈ ગયો હતો.
આડા સંબંધમાં એકસાથે બે પરિવાર વિખેરાયા
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ડબલ મર્ડર મિસ્ટ્રી બનાવમાં અનૈતિક સંબંધમાં બે પરિવારો વિખેરાઈ ગયા છે. કૌશિકની હત્યા કરી અક્ષય તેની પત્નીને લઇ દાહોદ ભાગી ગયો તો પોલીસે દાહોદથી તેને ઝડપી પાડયો છે ત્યારે આ સમગ્ર બનાવમાં પતિ-પત્નીની હત્યા થઈ ગઈ છે ત્યારે પ્રેમિકાને ન તો તેનો પ્રેમી મળ્યો અને ન તો પતિ. તેના પતિની પોલીસે ધરપકડ કરતા પતિ પણ દૂર થઈ ગયો.એક આડા સંબંધે બે હસતા-રમતા પરિવારને વિખેરી નાખ્યા.
Post a Comment