Tuesday, May 16, 2023

સેદ્રાસણ ગામમાં પતિના ત્રાસથી પત્નીનો આત્મવિલોપનનો પ્રયાસ | Wife's suicide attempt due to husband's torture in Sedrasan village | Times Of Ahmedabad

પાલનપુર40 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ગંભીર દાઝેલી પરિણીતાને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ

પાલનપુર તાલુકાના સેદ્રાસણમાં પતિને કામ ધંધો કરવા બાબતે ઠપકો આપતા તેણે ઉશ્કેરાઈને મારઝૂડ કરી હતી. આથી લાગી આવતા પત્નીએ ઘરમાં પડેલું ટર્પેન્ટાઇન શરીરે છાંટી દીવાસળી ચાંપી લીધી હતી. જે ગંભીર રીતે દાઝી જતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખેડવામાં આવી હતી.

પાલનપુર તાલુકાના સેદ્રાસણ ગામે રહેતા કોકીલાબેન હરેશભાઈ પરમારને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. તેમના પતિ હરેશભાઈ ઉર્ફે અમરતભાઈ પરમાર કોઈ કામ ધંધો કરતા ન હોય કહેવા જતાં છેલ્લા દસ વર્ષથી મારઝૂડ કરી શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. અને હું કામ ધંધો કરવાનો નથી તારે છોકરા મોટા કરવા હોય તો મજૂરી કર એવું કહેતો હતો. દરમિયાન રવિવારે કોકીલાબેન ઘરે હતા ત્યારે પતિ હરેશભાઈએ મારા ખિસ્સામાંથી મારો મોબાઇલ ફોન અને પૈસા કેમ કાઢી લીધા છે.

તેમ કહી તું મને ગમતી નથી તારા પિતાના ઘરે જતી રહે નહીં તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આથી લાગી આવતાં કોકિલાબેને ઘરમાં પડેલું ટર્પેન્ટાઈલ જાતે જ શરીર ઉપર છાંટી દીવાસળી ચાંપી દીધી હતી. જેઓ ગંભીર રીતે દાઝી જતા પરિવારજનોએ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. આ અંગે તેમણે પતિ સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.