Tuesday, May 23, 2023

ડાંગનાં સૂર્યાબરડા ગામની મહિલા સુરત કંપનીમાં કામ કરવા જાઉં છું એમ કહીને ઘરેથી નીકળી હતી; પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી | A woman from Suryabarda village in Dang left home saying she was going to work in a Surat company; The police conducted further investigation into the incident | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • A Woman From Suryabarda Village In Dang Left Home Saying She Was Going To Work In A Surat Company; The Police Conducted Further Investigation Into The Incident

ડાંગ (આહવા)39 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

આ બનાવ બાબતે મરણજનાર કુસબાબેનના પિતા ફરિયાદી જાના સવાજીભાઈ લહેરે (રહે. સૂર્યાબરડા, તા. વઘઈ, જિ. ડાંગ) સાપુતારા પોલીસ મથકમાં રૂપેશ રમેશ પવાર તથા તેની પત્ની લક્ષ્મી રૂપેશ પવાર વિરૂદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનોમાં ચાર છોકરા અને પાંચ છોકરીઓ છે. જેમાંથી મરણ જનાર કુસબાના લગ્ન અગાઉ તેમના જ ગામના વ્યક્તિ જોડે થયા હતા અને તે લગ્ન જીવન દરમિયાન એક સંતાન છે, પરંતુ આશરે ચારેક વર્ષ અગાઉ કુસબનાં પતિનું અક્સ્માતમાં મરણ થયું હતું. જેથી કુસબા તેના પિતાના ઘરે પિયરમાં રહેતી હતી. જ્યાંથી છેલ્લા આઠ નવ મહિનાથી તે સુરત ખાતે એક કંપનીમાં નોકરી કરવા જતી હતી. મરણ જનાર કુસબા ઘરેથી એકાદ મહિના પહેલા સુરત કંપનીમાં કામ કરવા જાઉં છું એમ કહીને ઘરેથી નીકળી હતી.

ત્યારે સોમવારે સવારે મરણ જનાર કુસબાના પિતા પર ફોન આવતા તેમની દીકરી કુસબાનું મૃત્યુ થયું છે. એમ ખબર મળતા તેઓ પરિવાર સાથે આહવા તાલુકાના મોટીદબાસ ગામે દોડી ગયા હતા. જ્યાં પહોંચી કુસબાના પિતાને જાણ થઈ હતી કે, તેમની દીકરી અને મોટીદબાસ ગામે રહેતા રૂપેશ રમેશ પવાર બંને સુરત ખાતે કંપનીમાં સાથે કામ કરતા હતા. ત્યારથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને મરણ જનાર કુસબા ગર્ભવતી થતાં તે પ્રેમી રૂપેશના ઘરે મોટીદબાસ ખાતે રહેતી હતી.

કૂસબાના પિતા એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રૂપેશ રમેશ પવાર અગાઉથી પરણિત હતો અને તેની દીકરી સાથે પ્રેમ સંબંધ રાખી ગર્ભવતી બનાવી બીજી પત્ની તરીકે રાખતો હતો. તે સાથે તેમણે જણાવ્યું હતું કે, રૂપેશ તેમજ તેની પ્રથમ પત્ની કુસબાને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપી મારવા માટે મજબૂર કરી છે એમ જણાવ્યું હતું. પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts: