વલસાડમાં રહેતી મહિલાને ઘરકામ કરવાના બહાને બોલાવી દુષ્કર્મ આચર્યું, મહિલા ગર્ભવતી બનાવવાના કેસમાં આરોપીના જામીન નામંજૂર | A woman living in Valsad was called and raped on the pretext of doing housework, the accused was denied bail in the case of making the woman pregnant. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • A Woman Living In Valsad Was Called And Raped On The Pretext Of Doing Housework, The Accused Was Denied Bail In The Case Of Making The Woman Pregnant.

વલસાડ8 કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ તાલુકાના ડુંગરી ગામમાં રહેતા એક પરણીત યુવકની પત્ની અને દીકરો ઘરની બહાર જાય ત્યારે યુવક નજીકમાં રહેતી મહિલાને ઘરમાં સાફ સફાઈ કરવાના બહાને મહિલાને બોલાવતો હતો. જે દરમ્યાન મહિલાને છેલ્લા 1 વર્ષથી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. અને મહિલા ગર્ભવતી બનતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. ફળિયામાં રહેતી આશા વર્કર બહેનોએ મહિલાને ચેકઅપ કરાવવા લઈ જતા મહિલાને 8 માસનો ગર્ભ હોવાનું જાણ થતાં ડુંગરી પોલીસ મથકે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં ઝડપાયેલા આરોપીએ જેલમાંથી મુક્ત થવા વલસાડની એડિશનલ સેશન્સ કોર્ટમાં કરેલી જામીન અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડની એડિશનલ સેશન્સ કોર્ટના જજ ટી વી આહુજાએ આરોપીના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

વલસાડ તાલુકાના ડુંગરીના એક ફળિયામાં રહેતા પરણીત યુવક તેના પરિવાર સાથે રહેતો હતો. યુવકની પત્ની અમે બાળકો કામ અર્થે બહાર જાય ત્યારે નજીક રહેતી મહિલાને ઘરમાં સાફ સફાઈ કરવા બોલાવતો હતો. મહિલા સફાઈ કામ કરવા આવતી તે દરમ્યાન યુવકની મહિલા ઉપર નજર બગડી હતી. યુવકે મહિલા સાથે 1 વર્ષ દરમ્યાન વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. મહિલાની તબિયત લથડી હતી. જેને જાણ ગામની આશા વર્કરને ખબર પડતાં પ્રથમ ડુંગરી સરકારી ત્યાં બાદ વલસાડ સિવિલ હોસ્પિટલ ચેકઅપ કરાવતા મહિલાને 8 માસની ગર્ભવતી હોવાનું જાણ હતી. ઘટના અંગે અપરણિત મહિલાના પરિવારના સભ્યોને જાણ થતાં પરિવારના સભ્યોએ મહિલાને પૂછતાં ફળિયામાં રહેતા યુવકે 1 વર્ષ દરમ્યાન ઘર સાફ સફાઈ કરવા બોલાવી મહિલા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાથી મહિલા ગર્ભવતી બની હોવાનું જણાવ્યું હતું. જેને લઈને અપરણિત મહિલાના પરિવારના સભ્યોએ ડુંગરી પોલીસ મથકે યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેસમાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી હતી. તે કેસમાં આરોપી યુવકે જેલમાંથી મુક્ત થવા વલસાડની એડિશનલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી. તે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડની એડિશનલ સેશન્સ કોર્ટના જજ ટી વી આહુજાએ આરોપીના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

أحدث أقدم