વડોદરામાં બર્થ ડે પાર્ટીમાં હોટલમાં ગયેલી મહિલા એક્ટિવામાં જ ચાવી ભૂલી ગઈ, એક શખસ એક્ટિવા લઇને ભાગી છૂટ્યો | A woman who went to a hotel for a birthday party in Vadodara forgot the keys in the Activa, a man fled with the Activa. | Times Of Ahmedabad

વડોદરા13 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વડોદરામાં એક મહિલા હોટલમાં આયોજિત બર્થ ડે પાર્ટીમાં પોતાનું એક્ટિવા લઇને ગઈ હતી. જો કે, મહિલા એક્ટિવામાં જ ચાવી ભૂલી ગઈ હતી. જેથી એક શખસ પાર્કિંગમાં મૂકેલુ એક્ટિવા લઇને ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.

પાર્કિંગમાંથી એક્ટિવાની ચોરી
વડોદરા શહેરના ગોરવા વિસ્તારના ઉંડેરામાં રહેતા મહિલા દિશાબેન વિજયકુમાર સિતોળે 16 મેના રોજ સરદાર એસ્ટેટ ખાતે આવેલ ન્યૂ VIP રોડ પર ધ ફુડ એક્સપ્રેસ હોટલમાં જમવા માટે ગયા હતા. મહિલા રાત્રેના આઠ વાગ્યે ત્યાં પહોંચ્યા હતા અને જ્યાં પાર્કિંગમાં મુકેલી એક્ટિવાની ચોરી થઈ ગઈ હતી. જેથી મહિલાએ આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.

મહિલાએ અરજી કરી
અરજીમાં મહિલાએ જણાવ્યું છે કે, મારી પાસે એક્ટિવા(GJ 06 NR 8115) છે. જે લઇને હું ફૂડ એક્સપ્રેસ હોટલ ખાતે ગઈ હતી. આ વખતે એક્ટિવાની ચાવી રહી એક્ટિવામાં જ રહી ગઈ હતી, જેની મને ખબર નહોતી. ત્યારબાદ યાદ આવતા હું ચાવી લેવા માટે પાર્કિંગમાં પહોંચી હતી. 8.30 વાગ્યાની આસપાસ હું પાર્કિંગમાં પહોંચતા એક્ટિવા ત્યાં નહોતું જોવા મળ્યું. મારી એક્ટિવા કોઇ ચોરી કરી ગયું હતું. વર્ષ 2022માં ખરીદેલુ નવા એક્ટિવાની ચોરી થઇ જતાં મહિલાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.

સમગ્ર ઘટના CCTVમાં કેદ
એક્ટિવા ચોરીની ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પહેલા 3 શખસો વાતચીત કરતાં નજરે પડે છે. ત્યારબાદમાં બ્લેક શર્ટ અને ચશ્મા પહેરેલ એક શખ્સ એક્ટિવા તરફ થાય છે અને ફોન પર વાત કરે છે. થોડા સમય ફોન પર વાત કરીને એક્ટિવા લઇને ફરાર થઇ જાય છે.

Previous Post Next Post