'યે અમુલ કી લસ્સી હૈ', ટેટ્રા પેકનો ફુગવાળો વીડિયો બનાવી અજાણ્યા ઈસમે વાયરલ કર્યો, ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી | 'Yeh Amul Ki Lassi Hai', an unknown person made an inflated video of tetra pack and went viral, after registering a complaint, the police conducted an investigation. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ‘Yeh Amul Ki Lassi Hai’, An Unknown Person Made An Inflated Video Of Tetra Pack And Went Viral, After Registering A Complaint, The Police Conducted An Investigation.

ગાંધીનગર19 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમૂલની બ્રાન્ડને બદનામ કરવાના ઈરાદે હિન્દી ભાષી ઈસમ દ્વારા કોઈ અજાણ્યા પાર્લર ઉપર અમૂલ લખેલા લસ્સીના ટેટ્રા પેકનો વીડિયો ઉતારી યે અમુલ કી લસ્સી હૈ, મે કાટ રહા હું દેખો. તેમ કહી લસ્સીના કાપેલ ટેટ્રા પેકને સ્કીન સામે બતાવી અંદર ગ્રીન કલરની ફુગ વડેલ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જેનાં પગલે ગાંધીનગર ભાટની અમૂલ ડેરીનાં જનરલ મેનેજર દ્વારા અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.

ગાંધીનગરના ભાટ ખાતે આવેલ અમૂલ ડેરીના જનરલ મેનેજર અનિલકુમાર રામકુમાર બયાતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 24 મીના રોજ આણંદ હેડ ઓફિસની ક્વોલિટી વિભાગના હેડ સમીર સકશેનાએ તેઓને એક વીડિયો મોકલીને કહ્યું હતું કે, કોઇ વ્યક્તિએ અમુલ ડેરીને બદનામ કરવા ખોટો વીડિયો બનાવી વાયરલ કરવામાં આવ્યો છે.

જેનાં પગલે અમૂલનાં જનરલ મેનેજરે વીડિયો જોતા તેમાં કોઇ અજાણ્યા પાર્લર ઉપર એક ઇસમ અમુલ લખેલ લસ્સીના ટેટ્રા પેક પેકીંગનો વીડિયો ઉતારી હિન્દી ભાષામાં બોલે છે કે, યે અમુલ કી લસ્સી હૈ, મેં કાટ રહા હું દેખો તેમ કહી લસ્સીના કાપેલ ટેટ્રા પેકને સ્ક્રીન સામે બતાવી અંદર ગ્રીન કલરની ફુગ વડેલ હતી. જે બતાવી કહેલ કે ઇસે કોઇ પીયેગા તો કેસે જીંદા રહ પાયેગા તેમ કહી વીડિયો વાયરલ કરાયો હતો.

આ મામલે વધુ તપાસ કરવામાં આવતા લસ્સીનું ડેમેઝ ટેટ્રા પેકને કાપીને અમૂલ બ્રાન્ડને બદનામ કરવાના ઈરાદે વીડિયો વાયરલ કરાયો હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને અમૂલનાં જનરલ મેનેજરે ફરિયાદ આપતા અડાલજ પોલીસે અજાણ્યા ઈસમ સામે આઈપીસીની કલમ 459,500 તેમજ 505 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

أحدث أقدم