- Gujarati News
- Local
- Gujarat
- Anand
- A Young Man Was Fatally Hit By A Car While Talking On A Mobile While Sitting On An Otli Near Sardar Patel Wadi In Od, Died During Treatment.
આણંદ8 કલાક પહેલા
- કૉપી લિંક
આણંદ તાલુકાના ઓડ ગામમાં આવેલી સરદાર પટેલ વાડી સામે રોડની સાઈડમાં બાઈક પાર્ક કરી ઓટલી ઉપર બેસી ફોન ઉપર વાત કરતાં યુવકને પુરઝડપે આવી ચડેલા સ્વીફટ ગાડીએ હડફેટે ચડાવતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી અને સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતું. આ અંગે ખંભોળજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદમાં જાહેર માર્ગો અને શહેરની ગલીઓમાં બેફામ ગાડી હાંકતા ગાડી ચાલકો ઝડપની મજામાં પોતાનો જીવ ગુમાવતા હોય છેતો કયારેક કોઈક ના લાડકવાયનો જીવ લઈ લેતા હોય છે.આણંદ તાલુકાના ઓડ ગામમાં આવેલી સુરીવાળી ભાગોળ મોટા ફળિયામાં રહેતાં ભરતભાઈ ઉદાભાઈ પરમાર સોમવાર સવારના સાતેક વાગ્યાના સમયે પોતાનું બાઈક લઈ ઘરેથી નીકળ્યાં હતાં. તેઓ ઓડ સરદાર પટેલ વાડી સામે પોતાનું બાઈક પાર્ક કરી બાજુમાં આવેલી ઓટલી ઉપર બેસી ફોન ઉપર વાત કરતાં હતાં.
આ દરમ્યાન ગીતાનગરથી રણછોડ મંદિર તરફ પુર ઝડપે આવી ચડેલા મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડીના ચાલકે ગાડી બેફામ ગલફતભરી રીતે હંકારી ફોન ઉપર વાત કરતાં ભરતભાઈને જીવલેણ હડફેટમાં ચડાવી દીધાં હતાં. જેના કારણે તેમને ભારે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. તેઓને પ્રથમ ઓડ સીએચસી બાદમાં શ્રીકૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે લાવવામાં આવ્યાં હતાં. જોકે, સ્થિતિ વધુ ગંભીર જણાતાં એસએસજી વડોદરા લઇ ગયાં હતાં. જ્યાં ટુંકી સારવાર દરમિયાન મૃત્યું નિપજ્યું હતું.
આ બનાવ અંગે પ્રકાશભાઈ ફતાભાઈ પરમારે ખંભોળજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે સ્વીફટ ડીઝાઈર ગાડી ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.