કચ્છના ખાવડાના મોટા ગામમાં નવયુવકની ધારદાર હથિયાર વડે હત્યા, ગુનાને અંજામ આપી આરોપીઓ ફરાર | A young man was killed with a sharp weapon in the large village of Khawda in Kutch, the accused are absconding after committing the crime. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • A Young Man Was Killed With A Sharp Weapon In The Large Village Of Khawda In Kutch, The Accused Are Absconding After Committing The Crime.

કચ્છ (ભુજ )44 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભુજ તાલુકાના દુર્ગમ ખાવડા વિસ્તારના મોટા ગામે આજે બુધવાર બપોરે એક 22 વર્ષીય યુવકની તીક્ષણ હથિયાર વડે ઘાતકી હત્યા કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પૂર્વ કચ્છમાં છેલ્લા 5 માસમાં હત્યાની 9 ઘટના નોંધાયા બાદ આજે પશ્ચિમ કચ્છના સરહદી ખાવડા વિસ્તારના મોટા ગામે હત્યાની ઘટના બની છે. પ્રાથમિક માહિતી મુજબ એકજ ગામમાં રહેતા કૌટુંબિક ભાઈઓએ અંગત મનદુઃખ રાખી 22 વર્ષીય સોયબ ઓસમાણ સમાં નામના યુવકને પેટના ભાગે છરીના જોરદાર ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો છે. બનાવના પગલે ખાવડા પોલીસે હત્યાનું કારણ જાણવા સહિતની તપાસ હાથ ધરી છે.

ભુજથી 100 કિલોમીટરના અંતરે આવેલા ખાવડા વિસ્તારના મોટા ગામે આજે બપોરે એક આશાસ્પદ યુવકની હત્યાનો બનાવ સામે આવતા ખાવડા પોલીસ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને હત્યા નિપજવાનાર ગામનાજ બે પિતરાઈ ભાઈઓની વિગતો જાણવા તપાસ હાથ ધરી હતી. આ વિશે ખાવડા પીએસઆઇ ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે 22 વર્ષના એક યુવકની હત્યા પાછળનું કારણ શોધવા હાલ તપાસ ચાલી રહી છે. પ્રાથમિક ધોરણે બે પિતરાઈ ભાઈઓએ સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ આગળની તપાસ ચાલી રહી છે. દરમિયાન હતભાગી યુવકના મૃતદેહને ખાવડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. હોસ્પિટલમાં પરિજનોની હાજરી જોવા મળી રહી છે. આરોપીઓના નામ હજુ સુધી સ્પષ્ટ થયા નથી.

أحدث أقدم