રાધનપુરના ઈસ્કોન શોપિંગ સેન્ટરમાં યુવક લગ્નની ખરીદી કરી રહ્યો હતો ત્યારે જ હત્યારો છરી લઈને તૂટી પડ્યો, ઠાકોર પરિવારમાં માતમ છવાયો | The young man was shopping for a wedding in the ISKCON shopping center of Radhanpur when the killer broke in with a knife, leaving the Thakor family in mourning. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Young Man Was Shopping For A Wedding In The ISKCON Shopping Center Of Radhanpur When The Killer Broke In With A Knife, Leaving The Thakor Family In Mourning.

પાટણ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ જિલ્લાના રાધનપુરમાં આજે હત્યાની હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. લગ્નના એક દિવસ પહેલા જ ખરીદી કરવા નીકળેલા વરરાજાની ભરબજારમાં હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી છે. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી હત્યારાની શોધખોળ હાથ ધરી છે. લગ્નના એક દિવસ પહેલા જ વરરાજાની હત્યા થતા બે પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે.

ખરીદી કરવા ગયેલા વરરાજાની હત્યા
સમી તાલુકાના અમરાપુર ગામમાં રહેતા ઠાકોર સમાજના યુવાન વિપુલના આવતીકાલે રવિવારે લગ્ન હતા. જેથી તે આજે રાધનપુર લગ્નની ખરીદી માટે ગયો હતો. રાધનપુરમાં ઈસ્કોન શોપિંગ મોલમાં વિપુલ ખરીદી કરી રહ્યો હતો ત્યારે જ હત્યારો છરી લઈને તૂટી પડ્યો હતો અને હત્યાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો.

ભરબજારમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો
રાધનપુરમાં આજે ધોળે દિવસે હત્યાના બનાવને અંજામ અપાતા ચકચાર મચી છે. વરરાજાની હત્યા થતા લગ્નપ્રસંગ માટે ખરીદવામાં આવેલી વિવિધ વસ્તુઓ વેરવિખેર પડેલી જોવા મળી હતી. હત્યાના બનાવના પગલે બજારમાં લોકોના ટોળા એકઠા થયા હતા.

પોલીસે હત્યારાની શોધખોળ હાથ ધરી
રાધનપુરમાં ઈસ્કોન શોપિંગ મોલમાં હત્યાના બનાવ બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ માટે ખસેડ્યો છે. જ્યારે આસપાસના સીસીટીવીની તપાસ કરી હત્યારાની ઓળખ મેળવવા પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.

બે પરિવારમાં માતમનો માહોલ
સમી તાલુકાના અમરાપુર ગામમાં રહેતા નિરાશ્રિત ઠાકોર સમાજના યુવાનની લગ્નના એક દિવસ પહેલા જ હત્યાના કારણે નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયો છે. આ ઘટનાના કારણે વરરાજાના પરિવાર અને તે જ્યાં પરણવા જવાનો હતો તે દીકરીના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

أحدث أقدم