કુખ્યાત લોરેન્સ બિશ્નોઇ ગેંગના 3 સાગરીતોને 176 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે સુરેન્દ્રનગરની LCBએ દબોચી લીધા, રૂ. 17.81 લાખનો મુદ્દામાલ જપ્ત | Surendranagar LCB nabs 3 associates of notorious Lawrence Bishnoi gang with 176 grams of mephedrone drugs, Rs. 17.81 lakh worth of goods seized | Times Of Ahmedabad

સુરેન્દ્રનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગરમાં કુખ્યાત લોરેન્સ બિશ્નોઇ ગેંગના 3 સાગરીતોને 176 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પોલીસે ઝડપી લીધા હતા. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે રૂ. 17.60 લાખના ડ્રગ્સનો જથ્થો, મોબાઇલ નંગ- 5 અને વાઇફાઇ ડોંગલ 1 મળી કુલ રૂ. 17,81,500ના મુદામાલ જપ્ત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સુરેન્દ્રનગર એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ત્રિવેદીનાઓએ એલ.સી.બી. સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઇ. સી.એ.એરવાડીયા તથા પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જિલ્લામાં સધન પેટ્રોલીંગ ફરી ખાસ એકશન પ્લાન હેઠળ કોઇપણ પ્રકારના નશાની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ થાય તે રીતે પરીણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપી સાથે રહી સુરેન્દ્રનગર ટાઉનમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી હતી.

આ દરમિયાન એલ.સી.બી. ટીમ દ્વારા ચોકકસ બાતમી હકીકત મેળવવામાં આવેલ કે, લોરેન્સ બિશ્નોઇ ગેંગના સાગરીતો અક્ષય રામકુમાર ડેલુ તથા અંકિત વિષ્ણુરામ બિશ્નોઇ ( રહે.બંને ખેરપુર પંજાબ ) તથા વિક્રમસિંહ બળવંતસિહ જાડેજા ( રહે.કચ્છનાઓ ) ગોકુલ હોટલ નજીક શિવસંગાથ હિલ્સ નામના એપાર્ટમેન્ટમાં ફલેટ નં- B-104માં આશરો મેળવેલો છે અને તેઓ ઘણા ગુનામાં વોન્ટેડ છે. તેઓ પાસે નાર્કોટીકસનો જથ્થો પણ છે જે બાતમી હકીકત આધારે એલ.સી.બી. ટીમ દ્વારા પુરતી તૈયારી સાથે બાતમીવાળી જગ્યાએ છાપો મારતા ત્રણ આરોપીઓને પોતાના કબ્જા ભોગવટાના ફલેટમાં પોતાના કબ્જામાંથી ગે-કા પાસ પરમીટ વગર મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કુલ વજન-176 ગ્રામ કિ.રૂ. 17,60,000 તથા મોબાઈલ નંગ-5 કિ.રૂ. 20,500 તથા વાઇફાઇ ડોંગલ-1 કિ.રૂ.1,000 મળી કુલ કિ.રૂ. 17,81,500ના મુદ્દામાલ સાથે રેડ દરમિયાન ઝડપાઈ ગયા હતા.

તમામ મુદામાલ કબ્જે કરી મજકુર ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન પો.સ્ટે.માં એન.ડી.પી.એસ એક્ટ કલમ-8(સી), 22(સી), 29 મુજબ ગુનો રજી. કરાવવામાં આવ્યો હતો. જે ગુનાની તપાસ એસ.ઓ.જી. પો.ઇન્સ. એસ.એમ.જાડેજાનાઓ સંભાળી ચલાવી રહ્યાં છે.

મજકુર આરોપીઓની પુછપરછ કરતા પોતે લોરેન્સ બિશ્નોઇ ગેંગ સાથે સંલગ્ન રહી આરોપીઓ અક્ષય રામકુમાર ડેલુ જાતે.બીશ્નોઇ ઉવ.22, અંકિત વિષ્ણુરામ કાંકકડ જાતે.બિશ્નોઇ ઉવ.22 રહે. બંને ખેરપુર તા.અબોહર જી.ફાજીલકા પંજાબવાળાઓ આજથી આશરે બે મહિના લોરેન્સ બિશ્નોઇના ભાઇ અનમોલ બિશ્નોઇ દ્વારા રાજસ્થાન રાજ્યના જૈન ઇસમ પાસે રૂ. 50 લાખની ખંડણી માંગી હતી. તે અંગે શ્રીગંગાનગર પો.સ્ટે.માં ખંડણીનો ગુનો નોંધાયો હતો. જે ગુનાના કામે વોન્ટેડ હોવાની તથા આરોપી નં-3 વિક્રમસિંહ બળવંતસિહ જાડેજા ઉવ.30 રહે.વાંકુ તા.અબડાસા જી.કચ્છ ભુજવાળાની પુછપરછ કરતા પોતે સને-2017માં કચ્છ જિલ્લાના જખૌ પોલીસ સ્ટેશનમાં ખુન કેસને અંજામ આપ્યો હતો. જે ગુનામાં નામ.કોર્ટ દ્વારા આજીવન કેદની સજા કરવામાં આવી હતી. જે અંગે રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા કાપતો હોય અને દિન-10ની પેરોલ રજા બાદ તા. 13/2/2023થી પેરોલ જમ્પ થયેલો હોવાની કબુલાત આપેલી છે.

મજકુર આરોપી સદર મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કોની પાસેથી લાવ્યો હતો ? કોને આપવાનો હતો ? સદર ગુનામાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે ? વગેરે બાબતે ચોકકસ હકીકત જાણવા સારૂ મજકુર આરોપીઓની ઉંડાણપુર્વકની પુછપરછ ચાલુ છે.

ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા આરોપીઓ તથા તેઓનો ગુનાહિત ઇતિહાસ

  • અક્ષય રામકુમાર ડેલુ જાતે.બીશ્નોઇ ઉવ.22 રહે.ખેરપુર તા.અબોહર જિ.ફાજીલકા પંજાબ

(1) શ્રી ગંગાનગર રૂરલ પો.સ્ટે. રાજસ્થાન રાજ્ય ગુ.ર.નં- 0073/2022 ઇ.પી.કો કલમ- 307, 384, 120બી, 387, 388 (2) શ્રી ગંગાનગર (જવાહરનગર) પો.સ્ટે. રાજસ્થાન રાજય ગુ.ર.નં- 0025/2022 ઇ.પી.કો કલમ-387, 307, 120બી, આર્મ્સ એકટ કલમ- 25(1)બી,એ, વગેરે (3) શ્રી ગંગાનગર રૂરલ પો.સ્ટે. રાજસ્થાન રાજય ગુ.ર.નં-0072/2023 ઇ.પી.કો કલમ- 386, 506, 34 વગેરે (4) શ્રી ગંગાનગર રૂરલ પો.સ્ટે. રાજસ્થાન રાજય ગુ.ર.નં- 0127/2023 આયુષ અધિ-1959ની કલમ-3, 25

  • અંકિત વિષ્ણુરામ કાંકકડ જાતે.બિશ્નોઇ ઉવ.22 રહે.ખેરપુર તા.અબોહર જિ.ફાજીલકા પંજાબ

(1) શ્રી ગંગાનગર (જવાહરનગર) પો.સ્ટે. રાજસ્થાન રાજય ગુ.ર.નં-0025/2022ઇ.પી.કો કલમ- 387, 307, 120બી, આર્મ્સ એકટ કલમ-25(1)બી,એ, વગેરે
(2) શ્રી ગંગાનગર રૂરલ પો.સ્ટે. રાજસ્થાન રાજય ગુ.ર.નં- 0072/2023 ઇ.પી.કો કલમ- 386, 506, 34 વગેરે
(3) શ્રી ગંગાનગર રૂરલ પો.સ્ટે. રાજસ્થાન રાજય ગુ.ર.નં- 0127/2023 આયુષ અધિ-૧}1959ની કલમ-3, 25
મજકુર બંને આરોપીઓને પકડવા પર રાજસ્થાન સરકાર દ્વારા રૂ. 25,000- 25,000નુ ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

  • વિક્રમસિંહ બળવંતસિહ જાડેજા દરબાર ઉવ.30 રહે.વાંકુ તા.અબડાસા જી.કચ્છ ભુજ

(1) જખૌ પો.સ્ટે. જિ.કચ્છ ભુજ પો.સ્ટે. માં સને-2017માં ખુનનો ગુનો આચરવામાં આવ્યો હતો. જે કેસમાં નામ.કોર્ટ દ્વારા આજીવન કેદની સજા પામેલો છે.

કબ્જે કરેલો મુદામાલ
(1) મેફેડ્રોન ડ્રગ્સ વજન-176 ગ્રામ કિ.રૂ.17,60,000
(2) મોબાઇલ નંગ-5 કિ.રૂ. 20,500
(3) વાઇફાઇ ડોંગલ-1 કિ.રૂ.1,000- મળી કુલ કિમત રૂપીયા 17,81,500નો મુદ્દામાલ

‍આ કામગીરીમાં એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ત્રિવેદી તથા પેરોલ ફર્લો સ્કોડના પો.સબ ઇન્સ. સી.એ.એરવાડીયા તથા એલ.સી.બી. એસ.ઓ.જી. અને પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ. જુવાનસિંહ મનુભા, વાજસુરભા લાભુભા, ભુપેન્દ્રકુમાર જીણાભાઇ, પ્રવિણભાઇ ગોવીંદભાઇ, રૂતુરાજસિંહ નારસંગભા તથા પો.હેડ.કોન્સ. અમરકુમાર કનુભા, વનરાજસિંહ ભરતસિંહ, હિતેષભાઇ જેસીંગભાઇ, જયેન્દ્રસિંહ જેઠીભા, જગદીશભાઇ રાણાભાઇ, વિક્રમભાઈ નારણભાઈ, અશ્વીનભાઇ ઠારણભા તથા પો.કોન્સ. અનિરૂધ્ધસિંહ ભરતસિંહ, ગોવીંદભાઇ આલાભાઇ, રોનકભાઇ રામજીભાઇ, અશ્વિનભાઇ ઇશ્વરભાઇ એ રીતેની ટીમ દ્રારા સુરેન્દ્રનગર જીલ્લાનો ડ્રગ્સનો પ્રથમ ગણનાપાત્ર કેસ તથા ખુન કેસનો પેરોલ જમ્પ, ખંડણી કેસના 25,000ના ઇનામી વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવામાં આવેલા છે.

Previous Post Next Post