ભાવનગર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ જુગાર રમી રહેલા 63 જુગારીઓ ઝડપાયા, 1.43 લાખની રોકડ કબજે કરી | 63 gamblers caught gambling at different places in Bhavnagar district, cash worth Rs 1.43 lakh seized | Times Of Ahmedabad

ભાવનગર6 કલાક પહેલા

  • કૉપી લિંક

ભીમ અગિયારસ પર્વને લઈને જુગારના શોખીનો દ્વારા પૈસા-પાનાં વડે હાર જીતનો જુગાર રમતાં શખ્સોને પોલીસે ઝડપી લઈ લોકઅપ હવાલે કર્યાં હતાં, જેમાં જિલ્લાના અલગ-અલગ ગામોમાંથી કુલ 63 જુગારના શોખીનો પોલીસની ઝપટે ચડી ગયા છે, આ જુગારીઓ પાસેથી 1.43 લાખની રોકડ રકમ કબ્જે કરી છે.

જુદાં જુદાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
જેમાં બગદાણા પોલીસે ઓથા ગામેથી 3 જુગારીઓને રૂપિયા 1560 સાથે મહુવા પોલીસે દેવળીયા ગામેથી 4 શકુનિઓને રૂ.7830 સાથે પાલીતાણા રૂરલ પોલીસે નોંઘણવદર ગામેથી 6 ખેલાડીઓ ને રૂ.13,740 સાથે પાલીતાણા ટાઉન પોલીસે ઘેટી રીંગ રોડ પરથી 4 શખ્સોને રૂ.10,790 સાથે એજ રીતે આજ વિસ્તારમાંથી 6 ખેલાડીઓ ને રૂપિયા 12,050 સાથે સિહોર પોલીસે પીપળીયા ગામેથી 7 શખ્સોને રૂ.25,880 સાથે તેમજ ગુંદાળાગામેથી 7 ઈસમોને રૂ.18,200 સાથે સોનગઢ પોલીસે ઢાંકણકુંડાગામેથી 5 જુગારીને રૂ.10,340 સાથે ઉમરાળા પોલીસે ટીંબી ગામેથી 5 જોકરોને રૂપિયા,25,080 સાથે સોનગઢ પોલીસે સણોસરા ગામેથી 3 બાજીગરો ને રૂપિયા 4,650 સાથે વલભીપુર પોલીસએ પાટીવાડા વિસ્તારમાંથી 5 કૌરવો ને રૂપિયા 1990 સાથે તથા આજ પોલીસે મોટીધરાઈ ગામેથી 8 પત્તાપ્રેમીઓને રૂપિયા 11,150 સાથે ઝડપી લઈ તમામ વિરુદ્ધ જુગારધારા-12 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Previous Post Next Post