الجمعة، 2 يونيو 2023

રાજકોટ ખાતે આયોજીત સ્વ.બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં આણંદ અને બનાસકાંઠા વચ્ચે ફાઈનલ મેચ યોજાઈ | The final match was held between Anand and Banaskantha in Late Balwantrai Mehta Inter District Panchayat Cricket Tournament held at Rajkot. | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)6 કલાક પહેલા

  • કૉપી લિંક

સ્વ.બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષે રાજકોટ જિલ્લા પંચાયતના યજમાન પદે 31 મી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના કુલ-33 જિલ્લાઓ પૈકી કુલ-31 જિલ્લા પંચાયતની ટીમોએ ભાગ લીધો હતો.

બનાસકાંઠા જિલ્લા પંચાયતની ટીમે આ ટુર્નામેન્ટમાં પોરબંદર જિલ્લા પંચાયતની ટીમ સામે સેમી ફાઈનલ જીતી ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જેમાં 31 મી સ્વ. બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ તારીખ 31 મે-2023ના રોજ રાજકોટ ખાતે જિલ્લા પંચાયત આણંદ અને જિલ્લા પંચાયત બનાસકાંઠા વચ્ચે રમાઇ હતી.

આ ફાઇનલ મેચમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતની ટીમ ઉપવિજેતા રહી હતી. જે અન્વયે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે અને જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓ, કર્મચારીઓએ જિલ્લા પંચાયત બનાસકાંઠાની ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યાં હતા.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.