વકીલે કહ્યું- અરજદાર પરીક્ષા નહીં આપે તો એક વર્ષ બગડશે, કોર્ટમાં બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આઠ જૂને વધુ સુનાવણી | The lawyer said - if the applicant does not give the JEE advanced exam, one year will be lost, eight after hearing the arguments of both sides in the court. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Lawyer Said If The Applicant Does Not Give The JEE Advanced Exam, One Year Will Be Lost, Eight After Hearing The Arguments Of Both Sides In The Court.

અમદાવાદ4 કલાક પહેલા

  • કૉપી લિંક

વડોદરાના કેયુષ પટેલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં વકીલ ધવલ પટેલ મારફતે અગાઉ એક સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરવામાં આવી હતી. જેમાં માંગ કરાઈ હતી કે અરજદારને JEE એડવાન્સ પરીક્ષા આપવા દેવામાં આવે. આજે તેની પર હાઇકોર્ટમાં જજ એસ.વી.પીંન્ટોની કોર્ટમાં વધુ સુનવણી હાથ ધરાઈ હતી.

અરજદાર દ્વારા એક પણ પ્રશ્ન અટેન્ડ કરવામાં આવ્યો નથી
કેયુષ પટેલે ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં 90 ટકા કરતા વધુ ગુણ મેળવ્યા છે. તેને એન્જિયરિંગની સંસ્થામાં પ્રવેશ મેળવવા ચાલુ વર્ષે JEE મેઇન્સ પરીક્ષા આપી હતી. જેના કટ ઓફ માર્ક્સના આધારે દેશની IIT સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા JEE એડવાન્સ પરીક્ષા આપવાની રહે છે. JEE મેઇન્સ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી – NTA લે છે. જેના દ્વારા જાહેર કરાયેલી રિસ્પોન્સ શીટ પ્રમાણે અરજદાર દ્વારા એક પણ પ્રશ્ન અટેન્ડ કરવામાં આવ્યો નથી. જો કે અરજદારનું કહેવું હતું કે પહેલા એજન્સી દ્વારા જાહેર કરાયેલ રિસ્પોન્સ સીટમાં 75 પ્રશ્નો અટેન્ડ કરેલા બતાવાયા હતા. જ્યારે ફરી વખત અમુક સમય પછી જોતા તેમાં એક પણ પ્રશ્ન પોતે અટેન્ડ ન કર્યો હોવાનું જણાવાયું હતું.

હોશિયાર વિધાર્થી 03 કલાક બેસી રહ્યો?
​​​​​​​અરજદારના વકીલ દ્વારા દલીલ કરાઈ હતી કે, તો શું આટલો હોશિયાર વિધાર્થી 03 કલાક બેસી રહ્યો? અરજદારે જે કોમ્પ્યુટરથી રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરી હતી તેની ફોરેન્સિક તપાસ કરવી જોઈએ. જો પોતે ખોટા ઠરે તો કાનૂની કાર્યવાહી માટે પણ તેઓ તૈયાર છે. પરંતુ જો અરજદારને JEE એડવાન્સ પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે તો તેનું એક વર્ષ બગડશે.

અરજદારના હાથ અને માઉસની મુવમેન્ટ ચકાસાઈ
જેના જવાબમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી વતી એડવોકેટ કે.વી. શેલાતે પરીક્ષાની ટેક્નિકાલિટી સંભાળતી સંસ્થા ટાટા કન્સલ્ટિંગ સર્વિસીઝ (TCS), નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટરના વિસ્તૃત ડેટા ઉપસ્થિત કર્યા હતા. જેમાં અરજદારે એક પણ પ્રશ્ન અટેન્ડ ન કરતા દરેક પ્રશ્નમાં ફક્ત ‘સેવ એન્ડ નેક્સ્ટ’ બટન પર ક્લિક કર્યું હોવાનું જણાવ્યું હતું. પરીક્ષા વખતના રેકોર્ડિંગમાં અરજદારના હાથ અને માઉસની મુવમેન્ટ પણ ચકાસાઈ છે. સાથે જ આ પરીક્ષા દેશભરમાંથી 11.40 લાખ જેટલા વિધાર્થીઓ આપે છે. ત્યારે એક જ વિધાર્થીને આવી તકલીફ પડી ન શકે તેમ પણ જણાવ્યું હતું.

કેસની વધુ સુનવણી 08 જૂને નક્કી કરી
ઉલ્લેખનીય છે કે, IIT ગુવાહાટી દ્વારા JEE એડવાન્સ પરીક્ષા 04 જુનના રોજ યોજાનાર છે. જયારે જજ એસ.વી.પીંન્ટોએ બંને પક્ષની લાંબી દલીલો સાંભળ્યા બાદ કેસની વધુ સુનવણી 08 જૂને નક્કી કરી છે. આમ કોર્ટ દ્વારા કોઈ વચગાળાની રાહત જાહેર ન કરાતા અરજદાર JEE એડવાન્સ પરીક્ષા આપી શકશે નહીં.

أحدث أقدم