الخميس، 1 يونيو 2023

સૌથી ધનિક ક્રિકેટ બોર્ડની ફજેતી થઈ ગઈ; ભાજપ-કોંગ્રેસના નેતાએ મળી રેસ્ટોરાં ખોલી, મંત્રીજી જમવા ગયા; એક PI કેવા, કોઈને ન ગાંઠે એવા | The richest cricket board has gone bankrupt; BJP-Congress leader opens restaurant together, minister goes to eat; Like a PI, don't mess with anyone. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Dvb original
  • The Richest Cricket Board Has Gone Bankrupt; BJP Congress Leader Opens Restaurant Together, Minister Goes To Eat; Like A PI, Don’t Mess With Anyone.

એક કલાક પહેલા

  • કૉપી લિંક

IPLની ફાઈનલમાં વરસેલા વરસાદના કારણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગ્રાઉન્ડ પર પાણી ભરાવા લાગ્યાં હતાં. એને ઉલેચવા માટે આધુનિક ઉપકરણોને બદલે દેશી જુગાડ અપનાવાયા. હવે લોકો વ્યવસ્થાને લઈને ચર્ચા કરી રહ્યા છે અને BCCIની મજા લઈ રહ્યા છે. ચર્ચા છે કે સુરતના એક PIનું ગૃહ વિભાગમાં સેટિંગ છે અને એટલે તેઓ કોઈને ગાંઠતા નથી. શેખી મારે છે અને ગાંધીનગર સુધી પહોંચ હોવાના દાવા કરે છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ મળીને એક રેસ્ટોરાં ચાલુ કરી છે અને એમાં જમવા માટે હોદ્દેદારો-કાર્યકરો ગયા, પણ હાલ ચર્ચાનો વિષય એ બન્યો છે કે એક મંત્રી પણ આ હોટલમાં જમવા માટે ગયા. હવે તેઓ કેમ ગયા એની ચર્ચાઓ ચાલે છે. થોડા દિવસો પહેલાં એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે બોર્ડ નિગમોમાં નિમણૂક માટે મોવડીમંડળને રસ નથી અને તાજેતરમાં જ સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જઈને આવ્યા ને અચાનક યોગ બોર્ડમાં અધ્યક્ષ નિયુક્ત કરી દેવાયા. આવું કેમ થયું એને લઈ કાનાફુસી ચાલુ થઈ ગઈ છે. આવી જ પારકી પંચાત માટે ઉપર દર્શાવેલા ફોટા પર ક્લિક કરો અને જુઓ વીડિયો.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.