સિદ્ધપુરમાં રિઝનલ મ્યુનિ. કમિશનરે અધિકારીઓ સાથે બેઠક યોજી, હવે પાણી પિવા લાયક હોવાથી લોકોને ઘરે-ઘરે જઈ પાણી પીવા સમજાવાશે | Regional Muni in Siddhapur. The commissioner held a meeting with the officials, now that the water is potable, people will be persuaded to go door to door to drink the water | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Regional Muni In Siddhapur. The Commissioner Held A Meeting With The Officials, Now That The Water Is Potable, People Will Be Persuaded To Go Door To Door To Drink The Water

પાટણ2 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સિદ્ધપુરની પાણીની પાઈપલાઈનમાંથી યુવતીના મૃતદેહના અંગો મળવા મામલે રિઝનલ મ્યુનિસિપલ કમિશનરે નગર પાલિકાની મુલાકત લઈ સિદ્ધપુર પ્રાંત અધિકારી, પાણી પુરવઠા અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ રિઝનલ મ્યુનિસિપલ કમિશ્નર રમેશ ડામોરે પાણીની ટાંકીની બહારથી જ મુલાકાત લીધી હતી. રિઝનલ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા જણાવ્યું હતું કે, અમને જાણવા મળ્યું છે કે, હાલમાં એ વિસ્તારના લોકો ટાંકીનું પાણી પીતા નથી, ત્યારે તેમના ઘરે જઈ પાણી પીવા માટે સમજાવવામાં આવશે.

સિદ્ધપુરમાં પાણીની પાઇપ લાઈનમાંથી યુવતીના અવશેષો મળવા મામલે ગાંધીનગર રિઝનલ મ્યુનિસિપલ કમિશનર રમેશ ડામોરે સિદ્ધપુર નગરપાલિકા ખાતે પ્રાંત અધિકારી, પાણી પુરવઠા અધિકારી અને નગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચનો સહિત ચર્ચાઓ કરી જરૂરી આદેશ કર્યો હતા.

રિઝનલ મ્યુનિસિપલ કમિશ્નર રમેશ ડામોરે જણાવ્યું હતું કે, બનાવ વહેલા બન્યો હતો અમે તબક્કા વાર રિપોર્ટ પણ લીધા હતા, હજુ પણ પાણીમાં તકલીફ નથી ને એ જાણવા માટે આવ્યાં હતા, હજુ પણ લોકો એ પાણી પીવાનું ચાલુ કર્યું નથી એટલે અત્યારે શું પરિસ્થિતિ છે એ માટે આવ્યાં છીએ. રિપોર્ટ તો મેં પણ જોયા છે મિટિંગ દરમિયાન પાણી પીવા લાયક છે અમે અત્યારે પદાધિકારીઓ અને લોકલ માણસો સાથે ચર્ચા કરી હતી. તેમજ આવતીકાલથી લોકોને સમજાવા ડોર ટુ ડોર જવાના છીએ એવું પ્લાનિંગ કર્યું છે. મારી જે સી ઓ સાથે ચર્ચાઓ થઈ તે પ્રમાણે લાઈનનું આઉટ લેટની બે થી ત્રણ વાર સાફ સફાઈ કરાઈ છે. હવે કઈ હોય એવું લાગતું નથી. પાણીની ટાંકીની સેફટી માટે અમે મદદ કરવા તૈયાર છીએ.

સિદ્ધપુર નગર પાલિકાના ચીફ ઓફિસર સંજય પટેલે જણાવ્યું હતું કે, આવતીકાલથી જે પાણી આવશે એ અમે પણ પી ને વિસ્તારના રહીશોને સમજાવશું. કેબિનેટ મંત્રી અને એમના માણસો દ્વારા પાણીની બોટલ પણ વિતરણ કરવામાં આવે છે. જરૂરિયાત વાળા વિસ્તારમાં ટેન્કર પણ મુકવામાં આવશે જેને જોઈએ તે ઉપયોગ કરી શકે.

શું છે સમગ્ર મામલો?
પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં 16 તારીખે પ્રથમવાર પીવાના પાણીની પાઈપલાઈનમાંથી શંકાસ્પદ મૃતદેહના અવશેષો મળ્યા હતા. ત્યાર બાદ સિદ્ધપુરના અલગ અલગ વિસ્તારમાંથી મૃતદેહના અવશેષો મળવાનો સિલસિલો જોવા મળ્યો હતો. તો બીજી તરફ સિદ્ધપુરમાં જ રહેતી લવિના નામની યુવતી પણ ગુમ થવાનું સામે આવ્યું હતું અને તેના એક સીસીટીવી પણ સામે આવ્યા હતા. પાઈપલાઈનમાંથી જે અવશેષો મળ્યા હતા એના પીએમ રિપોર્ટમાં આ અવશેષો યુવતીના જ હોવાનો ઘટસ્ફોટ થયો હતો, પરંતુ, આ અવશેષો ગુમ થયેલી લવિનાના જ છે કે નહીં એ નક્કી કરવા માટે તેનાં માતા-પિતાનો DNA રિપોર્ટ કરવામાં આવ્યો હતો. એ આવતાં એમાં સ્પષ્ટ થયું છે કે સિદ્ધપુરમાં અલગ અલગ વિસ્તારની પાઈપલાઈનમાંથી મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા એ લવિનાના જ હતા.

Previous Post Next Post