الخميس، 1 يونيو 2023

બેચરાજીના એદલા પાસે ખાડામાં ટાયર પડતા રીક્ષા પલટી મારી ગઈ, ડ્રાઈવરને ઈજા | A rickshaw overturned after a tire fell in a pit near Edla in Becharaji, the driver injured | Times Of Ahmedabad

મહેસાણા8 કલાક પહેલા

  • કૉપી લિંક

મહેસાણા જિલ્લાના બેચરાજીમાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં લોડીગ રીક્ષા ચાલક ભંગાર લેવા માટે એદલા ગામે જતો હતો, એ દરમિયાન રોડ પર પડેલા ખાડામાં રીક્ષાનું ટાયર પટકાતા રીક્ષા પલટી મારી ગઈ હતી. જેથી રીક્ષા ચલાકના પગે ગંભીર ઇજા પહોંચતા બેચરાજી 108 ટીમે ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

બેચરાજી ગ્રામ પંચાયત પાસે રહેતા દેવીપૂજક અનિલ ભાઈ રમેશભાઈ પોતાની લોડીગ રિક્ષામાં ભંગાર લેવા માટે પોતાની માતા સાથે એદલા જતા હતા, એ દરમિયાન રોડ પર ખાડામાં રીક્ષાનું ટાયર પટકાતા રીક્ષા પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં રીક્ષા ચલાકના પગમાં ગંભીર ઇજા પહોંચી હતી. સ્થાનિક લોકો એ તાત્કાલિક બેચરાજી 108 ને જાણ કરતા પાયલોટ ચેતન ભાઈ મહેતા અને EMT દિલીપ ભાઈ ઠાકોર ઘટના સ્થળે આવી ઇજા પામેલા ચાલકને બેચરાજી સરકારી હોસ્પિટલ લઇ ગયા જ્યાં ઓપરેશનની ફરજ પરતા એજ એમ્બ્યુલન્સમાં વધુ સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવ્યાં હતા.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.