પાટણ જિલ્લામાં મિશન લાઈફ કાર્યક્રમ અંતર્ગત વન વિભાગ ચાણસ્મા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન | Under the mission life program in Patan district, organization of tree plantation program by Forest Department Chansma | Times Of Ahmedabad

પાટણ7 કલાક પહેલા

  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં મિશન લાઈફ કાર્યક્રમ અંતર્ગત વન વિભાગ ચાણસ્મા દ્વારા રણાસણ મુકામે વૃક્ષારોપણ તેમજ રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. મિશન લાઈફ કાર્યક્રમ અંતર્ગત ઉર્જા બચત, પાણી બચત, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો, SUSTAINABLE FOOD SYSTEM ASOPTED , REDUCED , LIFESTYLES ADOPTED, E- WASTE REDUCED આ સાત પગલાઓ વિષે સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ વુક્ષરોપણ કરવામાં આવ્યું હતું.

નાયબ વન સરક્ષક બિન્દુબેન પટેલે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને, પોતાની સાથે આવનાર ભવિષ્યનું વિચારી આપણે સૌ વુક્ષરોપણ કાર્યક્રમમાં સહભાગી બનીને આવનાર પેઢીને નિરોગીમય વાતાવરણ આપીએ. ગામ લોકોને વન અને વન્યજીવો જાળવણી માટે દાનાભાઈ સોલંકીએ સંકલ્પ લેવડાવ્યો હતો.

આ કાર્યક્રમમાં એ.એ.જાદવ, નિખિલભાઇ ચૌધરી, તેમજ દાનાભાઈ સોલંકી, વન વિભાગ ચાણસ્મા માંથી હાજર રહ્યા હતા તે ઉપરાંત રણાસણ ગામના સરપંચ તેમજ બહોળી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા

أحدث أقدم