સ્વામિનારાયણ ભગવાનનો અભિષેક કરી સંતો-મહંતો સાથે દર્શન કર્યા, સાંજે સમાજના આગેવાનો અને ઉદ્યોગપતિઓ સાથે VIP દરબારનું આયોજન | After anointing Lord Swaminarayan, had darshan with saints and saints, organized a VIP darbar with community leaders and industrialists in the evening. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • After Anointing Lord Swaminarayan, Had Darshan With Saints And Saints, Organized A VIP Darbar With Community Leaders And Industrialists In The Evening.

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના રાજકોટ પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે રાજકોટમાં બાબાનો દિવ્ય દરબાર યોજાવાનો છે અને આવતીકાલે હનુમાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્ય દરબાર સાથે-સાથે બાબા રાજકોટના નામાંકિત તીર્થસ્થાનો ધાર્મિક મંદિરોની મુલાકાત લેવાના છે, જેમાં આજે BAPS સ્વામિનારાયણ મંદિર તેમજ કાલાવાડ રોડ પર હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી.

સંતો-મહંતો સાથે BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી
રાજકોટમાં આજે બીજા દિવસે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દિવ્ય દરબાર પૂર્વે રાજકોટના મંદિરોમાં પહોંચ્યા હતા. બપોરના 01.30 વાગ્યે કાલાવડ રોડ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી, અહીંયા તેમને સ્વામિનારાયણ ભગવાનને અભિષેક કરી સંતો-મહંતો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

ભારત આસ્થાઓ પર વિશ્વાસ ધરાવતો દેશ છે
રાજકોટ BAPS સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી, અપૂર્વમુની સ્વામી એ જણાવ્યું હતું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા છે અને સંતો-મહંતો સાથે શુભેચ્છા મુલાકાત કરી છે. આ સાથે હિન્દૂ રાષ્ટ્ર મુદ્દે અપૂર્વમુનિ સ્વામીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભારત આસ્થાઓ પર વિશ્વાસ ધરાવતો દેશ છે. 80 કરોડ હિંદુઓ ભારતમાં વસવાટ કરે છે. ઘણા લોકો શ્રદ્ધા તરીકે જોવે તો ઘણા લોકો અંધશ્રદ્ધા તરીકે જોવે દરેક વ્યક્તિની અલગ-અલગ માન્યતા હોય છે.

સાંજે VIP દરબાર યોજાશે
ઉલ્લેખનીય છે કે, BAPS સ્વામિનારાયણ મંદિર બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી કાલાવડ રોડ પર ઇજી ચોક ખાતે હનુમાનજી મંદિર ખાતે દર્શન અર્થે ગયા હતા અને બાલાજી મંદિરની મુલાકાત લીધી હતી. આ પછી તુરંત જનકલ્યાણ હોલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ભોજન કરી સાંજના VIP દરબાર યોજવામાં આવશે જેમાં રાજકોટના અલગ-અલગ સમાજના આગેવાનો અને ઉદ્યોગપતિઓ જોડાશે અને શુભેછા મુલાકાત કરશે.

Previous Post Next Post