વલસાડ4 કલાક પેહલા
- કૉપી લિંક

DRIની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે મુંબઈ, અમદાવાદ, સુરત અને વાપીની DRIની ટીમોએ રવિવારે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, 1985 હેઠળ ગુજરાતના વલસાડ જિલ્લાના GIDC વાપીમાં વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં વાપી GIDCમાં આવેલી મેસર્સ પ્રાઇમ પોલિમર ઇન્ડસ્ટ્રીઝ નામથી કંપનીમાં મેફેડ્રોનના ગેરકાયદે ઉત્પાદન થતું હોવાનું જાણવા મળ્યું હતું. કંપનીમાંથી 180 કરોડની કિંમતનો મેફેડ્રોન ડ્રગનો જથ્થો મળી આવ્યો હતો. DRIનો ટીમે વિપુલ પ્રમાણમાં ઝાડપેલાં ડ્રગના જથ્થા સાથે 3 ઇસમોની ધરપકડ કરી હતી. કેસમાં સંડોવાયેલા વધુ એક આરોપીની મુંબઈથી ટ્રાજીક વોરંટથી વધુ એક આરોપીને ઝડપી કુલ 4 આરોપીઓને આજે વાપીની કોર્ટમાં રજૂ કરતા DRIની ટીમે 4 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. GRIના સ્પેશ્યલ પબ્લિક પ્રોસીક્યુટર વકીલ અયાઝ દલીલોને ગ્રાહ્ય રાખીને DRIની સ્પેશ્યલ કોર્ટના એડિશનલ ચીફ જ્યૂડીશ્યલ જજ આઈ આઈ પઠાણે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

DRIની ટીમને મળેલી બાતમીના આધારે વલસાડ જિલ્લાના વાપી GIDCમાં