Monday, November 6, 2023

2500 crore works of AMC completed | શહેરના રોડ, ગટર અને પાણી સહિતના કામો ઝડપથી પૂરા કરવા મ્યુનિ. ભાજપના પદાધિકારીઓની સૂચના

અમદાવાદ2 કલાક પેહલા

  • કૉપી લિંક

અમદાવાદના નાગરિકોને રોડ, ગટર, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ યોગ્ય રીતે મળી રહે તેને ધ્યાનમાં રાખીને આજે મળેલી રીવ્યુ બેઠકમાં અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના વાર્ષિક બજેટમાં જેટલા પણ પ્રોજેક્ટ હાથ ઉપર લેવામાં આવ્યા છે, તેમાંના મોટાભાગના પ્રોજેક્ટની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, રૂ. 2500 કરોડના કામો પૂર્ણ થયાં છે. ગોતા ગોધાવી કેનાલ, ખારીકટ કેનાલ, વ્હાઈટ ટોપિંગ રોડ પ્રોજેક્ટની કામગીરી હાલમાં ચાલી રહી છે. ચાલુ વર્ષના બજેટની કામગીરી 31મી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે.

સર્વેની કામગીરી શરુ ગોતા ગોધાવી કેનાલનું ખાતમુહુર્ત થઈ