વડોદરા7 કલાક પેહલા
- કૉપી લિંક

મુસાફરોની સુવિધા માટે અને આગામી તહેવારોની મોસમ દરમિયાન મુસાફરીની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલ્વે વિવિધ સ્થળોએ વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની 344 ટ્રિપ્સ ચલાવી રહી છે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જારી કરેલી અખબારી યાદી મુજબ જે પાંચ જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોને સૂચિત કરવામાં આવી છે તેમાં સાબરમતી-દાનાપુર, વડોદરા-હરિદ્વાર, વડોદરા-ગોરખપુર, ડો. આંબેડકરનગર-પટના અને અમદાવાદ-સમસ્તીપુર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોના સંચાલનથી અંદાજે 6 લાખ મુસાફરોને ફાયદો થશે. ખાસ કરીને આ તહેવારોની સિઝનમાં તહેવાર વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 09403/09404 સાબરમતી–દાનાપુર સુપરફાસ્ટ સ્પેશિયલ