વડોદરા7 મિનિટ પેહલા
- કૉપી લિંક

સમગ્ર રાષ્ટ્ર જ્યારે દીપોત્સવી ઉજવવા આતુર અને તત્પર છે. ત્યારે અટલાદરા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ બાળકો અને યુવાનોએ કટીબધ્ધ થઈ દીપાવલીના તહેવારોની જાણે છડી પોકારતા હોય તેમ સમગ્ર મંદિર પરિસરમાં સેંકડો દીપ માળ થકી પાંચ હજારથી વધુ દીપકો એકસાથે પ્રજ્વલિત કર્યા હતા. સાથો-સાથ પાંચસોથી વધુ બાળ તારલાઓ પણ હાથમાં દીપક ધારણ કરીને દિવાળીને ઉત્સાહ પૂર્વક વધાવવા થનગની રહ્યા હતા. ત્યારે પરિક્રમા સહ સમગ્ર મંદિર પરિસર જાણે તારાઓથી સુશોભિત નભમંડળ જેવું ભાસતું હતું.
દીપ દર્શન કાર્યક્રમનું આયોજન આ પ્રસંગે ઉપસ્થિત ડૉ. જ્ઞાન