- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- તેઓ ગયા
- જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા 8મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ભવ્ય ઉજવણી, 24 મટકી શણગાર અને 35 રંગોળી સ્પર્ધકોએ ભાગ લીધો
વડોદરાએક મિનિટ પેહલા
- કૉપી લિંક

વડોદરા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા આઠમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા આયુર્વેદ અધિકારીની ટીમ, મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, યોગા ઇન્સ્ટ્રક્ટર, તરૂણી આયુષ બ્રિગેડની વિદ્યાર્થીનીઓ તેમજ લોકસહયોગથી “રેલી ફોર આયુર્વેદ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી કમાટીબાગના બેન્ડ સ્ટેન્ડથી શરૂ કરી ગેટ નંબર બેથી જાહેર રસ્તા ઉપર થઈ અને ગેટ નંબર ત્રણથી પાછા વળી ફરી બેન્ડ સ્ટેન્ડ પર સમાપન કરવામાં આવ્યું હતું. કમાટીબાગમાં મોર્નિંગ વોક માટે આવતા લોકોએ રેલીમાં થતાં સૂત્રોચ્ચાર તેમજ રેલીમાં કરેલા આયુષના બેનરનું પ્રદર્શન નિહાળ્યું હતું. આકાશમાં ફુગ્ગા ઉડાવી આર્યુવેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

24 મટકી સુશોભન અને 35 રંગોળી સ્પર્ધકોએ ભાગ લીધો આઠમા