- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- રાજકોટ
- 24 વર્ષના યુવકે 14 વર્ષની સગીરને પોતાની જાળમાં ફસાવી, લગ્નના દોઢ મહિના પહેલા શિક્ષકનું અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યો
રાજકોટ8 મિનિટ પેહલા
- કૉપી લિંક

રાજકોટમાં ગુરુ શિષ્યના સંબંધને કલંકિત કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 14 વર્ષની વિદ્યાર્થિની બે દિવસ પહેલાં ગુમ થઈ હતી. જેમાં વિદ્યાર્થિનીનું તેના જ શિક્ષકે અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા સમાજમાં શિક્ષક ઉપર ફિટકાર વરસી રહી છે. મૂળ જામકંડોરણાના દળવી ગામના અને હાલ રાજકોટ રહેતા આરોપી લંપટ શિક્ષક અભિષેક પંડ્યાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે 24 વર્ષના લંપટ શિક્ષકે ભાન ભુલી 14 વર્ષની છાત્રાને ઇન્સ્ટાગ્રામથી પોતાની જાળમાં ફસાવી પોતાની જ ઘરે લઇ જઇ ત્રણેક વખત દૂષ્કર્મ આચાર્ય હોવાનું સામે આવ્યું છે.
શિક્ષક જ વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ આચર્યું રાજકોટ જામનગર