Tuesday, November 7, 2023

A crime was registered against a trader in Rajkot after receiving a report of high alcohol content in Ayurvedic syrup | રાજકોટમાં આયુર્વેદિક સીરપમાં આલ્કોહોલનું પ્રમાણ વધુ હોવાનો રિપોર્ટ આવતા વેપારી સામે ગુનો નોંધાયો

રાજકોટ15 મિનિટ પેહલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

રાજકોટ શહેરમાં આયુર્વેદના ઓથાર હેઠળ નશાકારક સી૨૫ વેચવાનું કૌભાંડ ચાલતું હોય દરમિયાન એલસીબીની ટીમે બાતમીને આધારે ગયા માર્ચ મહિનામાં જામનગર રોડ ઉપર નાગેશ્વર વિસ્તારમાં દરોડો પાડી 2313 સીરપની બોટલ કબજે કરી હતી. તેના નમૂના લઈ પૃથકરણ માટે મોકલવામાં આવતા જેમાં આલ્કોહોલનું પ્રમાણ હોવાનો રીપોર્ટ આવતા ગાંધીગ્રામ પોલીસ મથકમાં એક શખસ સામે ગુનો નોંધી ધરપકડ કરી 3,44,637 રૂપિયાનો મુદામાલ કબજે કર્યો છે.

આયુર્વેદિક સીરપનો જથ્થો મળી આવ્યો રાજકોટ એલસીબી ઝોન 2 ટીમ