ગીર સોમનાથ (વેરાવળ)15 મિનિટ પેહલા
- કૉપી લિંક

વેરાવળ નજીકના ડારી ટોલ બુથ પર મધ્યરાત્રિના 11 શખસોએ આતંક મચાવી તોડફોડ કરી લૂંટ ચલાવ્યાની ઘટનાના પગલે ચકચાર મચી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બીજ ગામના સરપંચ પુત્ર દ્વારા પૂર્વ આયોજીત કાવતરું રચી ધાડ અને લૂંટને અંજામ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુનામાં સંડોવાયેલા સરપંચ પુત્ર સહિત 11 શખસોને ગણતરીના કલાકોમાં રાઉન્ડ અપ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ તોડફોડ બે મહિના પહેલા ટોલબુથ ઉપર થયેલી માથાકુટના મનદુઃખમાં થઈ હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર ઘટનાક્રમ અંગે ડીવાયએસપી વી.આર.ખેંગારે પત્રકાર