ડાંગ (આહવા)3 કલાક પેહલા
- કૉપી લિંક

રાજ્યના એક માત્ર ગિરિમથક સાપુતારામાં મહારાષ્ટ્ર ને જોડતો રાષ્ટ્રીય ધોરી માર્ગ પસાર થાય છે. જ્યાં સાપુતારામાં ઘાટ માર્ગ અવાર નવાર અકસ્માતો સર્જાઈ છે. ત્યારે છેલ્લા એક મહિનામાં ઢગલા બંધ અકસ્માતો બાદ અને વર્તમાન પત્રોમાં આવેલા સમાચાર બાદ હાઇવે ઑથોરિટીની આંખ ઉઘડતા ગિરીમથક સાપુતારાથી સોનગઢને જોડતા નેશનલ હાઇવે નંબર 953 ઉપર માલેગામ સ્થિત ફોરેસ્ટ રેસ્ટ હાઉસથી નજીકના વળાંક પાસે છેલ્લા ત્રીસથી ચાલીસ દિવસમાં છ જેટલાં અકસ્માતો થયાં હતા. જેમાં બે વ્યક્તિઓ એ જીવ ગુમાવ્યો હતો. ત્યાર બાદ હવે હાઇવે ઑથોરિટીએ રસ્તાની બાજુમાં આવેલી પ્રોટેક્શન વોલને વધુ ઊંચી કરવાની કામગીરી શરુ કરી હતી.

