Friday, November 10, 2023

Bail disallowance of wrong firm name maker | ખોટી એફિડેવિટ કરી બહેનનો હક્ક છિનવી લેવાનો પ્રયાસ કરનાર ભાઈ સામે ફરિયાદ નોંધાયા બાદ જામીન પર મુક્ત થવા કરેલી અરજી ફગાવાઈ

વલસાડ3 કલાક પેહલા

  • કૉપી લિંક

વલસાડ તાલુકાના ધનોરી ગામ ખાતે રહે એક ખેડૂતની જમીન સંપાદન થઈ હતી. જે જમીનમાં ભાઈએ બહેનને હક્કથી વંચિત રાખવા ખોટી એફિડેવિટ રજૂ કરી જમીન સંપાદનના તમામ રૂપિયા પોતાના નામે કરી લીધા હતા. બહેનને ઘટનાની જાણ થતાં પ્રાથમિક તપાસ કરતા સીતાબેનની જગ્યાએ ગીતાબેન પટેલ નામ દર્શાવી ખોટા નામનો ઉપયોગ કરીને જામીન સંપાદનના તમામ રૂપિયા ભાઈએ લઈ લીધા હતા. તે મુદ્દે બહેને ભાઈ વિરુદ્ધ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં ઝડપાયેલા આરોપીએ જેલમાંથી મુક્ત થવા વલસાડની એડિશનલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી. તે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડની સેશન્સ કોર્ટના જજ ટી વી આહુજાએ જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

વલસાડ તાલુકાના ધનોરી ગામે રહેતા છોટુભાઇ વિશ્રામભાઇ કોળી