Tuesday, November 7, 2023

Bootlegger made bootleg in diesel tanker to smuggle liquor, police found 6,300 bottles of foreign liquor when raided | મદિરાની હેરાફેરી માટે બુટલેગરે ડીઝલ ટેન્કરમાં ચોરખાનું બનાવ્યું, પોલીસે પતરું ઉંચુ કર્યું તો 6,300 નંગ વિદેશી દારૂની બોટલ મળી

રાજકોટ3 કલાક પેહલા

  • કૉપી લિંક

દિવાળીનો તહેવાર નજીક આવતા બુટલેગરો પણ અલગ અલગ કીમિયા અપનાવી શહેરમાં દારૂ ઘુસાડવાની કોશિશ કરી રહ્યા છે, ત્યારે આ દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે, ટ્રક GJ.06.AZ.9104 ચોટીલાથી રાજકોટ તરફ આવી રહ્યો છે જેમાં વિદેશી દારૂ ભરેલો છે. જેથી રાજકોટ અમદાવાદ હાઈવે પર પ્રભુકૃપા ફાર્મની સામે, કાવેરી હોટલ પાસે વોચ ગોઠવી દીધી હતી, ત્યારબાદ બાતમી વાળો ટ્રક આવતા તેને અટકાવી તપાસ કરતા ટ્રકમાંથી 24,19,500ની કિંમતની 6,300 દારૂની બોટલ મળી આવી હતી. જેથી ટ્રક ચાલક શ્રવણકુમારની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ તેમજ બે મોબાઈલ અને 10 લાખનો ટ્રક મળી કુલ 34,30,000નો મુદ્દામાલ કબ્જે કરી આ દારૂનો જથ્થો ક્યાંથી લાવી કઈ જગ્યાએ ઉતારવાનો હતો? કોણે દારૂ મંગાવ્યો અને કોણે સપ્લાય કર્યો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, દારૂનો જથ્થો જે ટ્રકમાંથી ઝડપાયો તે ટ્રક ટેન્કર ટાઈપ છે. દરોડા દરમિયાન પોલીસને અગાઉથી જ બાતમી હતી કે, ડીઝલ ટેન્કની ઉપર ટેન્કરમાં ચોરખાનું બનાવાયું છે. જે ચોરખાનાનું પતરૂ ખોલી તેમાં દારૂની પેટીઓ રાખવામાં આવી હતી.

તસ્કર ચોરાઉ મોબાઈલ વહેંચે તે પહેલા પકડી લીધો રાજકોટ