2 મિનિટ પેહલા
- કૉપી લિંક

કેનેડામાં કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ (CHCC)ની બીજી વાર્ષિક સભા મળી. જેમાં ધનતેરસ ગાલા મેગેઝિનની બીજી એડિશન રિલીઝ કરાઇ. કેનેડામાં રહેતા હિન્દુઓ દ્વારા કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ (CHCC)ની સ્થાપના કરાઇ છે. જેનો મુખ્ય હેતુ આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક વિકાસ છે. CHCC એ ભૂતકાળમાં પણ અનેક કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. જેમાં ઇન્વેસ્ટ ઇન્ડિયા-ઇન્વેસ્ટ કેનેડાનો પણ સમાવેશ થાય છે. CHCCએ સાઉથ વેસ્ટ ઓન્ટારિયોમાં નવું ચેપ્ટર લોન્ચ કર્યું છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો, કેનેડાના વિપક્ષના નેતા, પ્રિમીયર ઓફ ઓન્ટારિયો અને ભારતના કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે આ કાર્યક્રમ બદલ શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો.

