વડોદરાએક મિનિટ પેહલા
- કૉપી લિંક

વડોદરાના સમા વિસ્તારમાં આવેલા ફ્લેટમાંથી યુવકનો ફાંસો ખાધેલી હાલતમાં ડિકમ્પોઝ થયેલો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. ઘરમાંથી દુર્ગંધ મારતા સ્થાનિકો દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. આ બનાવની જાણ સ્થાનિક કાઉન્સિલરને થતાં તેઓ દોડી ગયા હતાં. કાઉન્સિલરે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે.
પોલીસે મોઢા પર રૂમાલ બાધ્યા
મળેલી માહિતી મુજબ શહેરના સમા વિસ્તારમાં આવેલા રાધેશ્યામ ફ્લેટના એક મકાનમાંથી અત્યંત દુર્ગંધ મારતા સ્થાનિકોએ પોલીસને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. તપાસ શરૂ કરી હતી. તપાસ કરતાં ઘરમાં યુવકનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં મળી આવ્યો હતો. લાશ દુર્ગંધ મારતી હોવાથી પોલીસને પણ મોઢા ઉપર રૂમાલ બાધી તપાસ કરવાની ફરજ પડી હતી.
ઘટના સ્થળે પહોચેલા સ્થાનિક કોર્પોરેટર મહાવિરસિંહ રાજપુરોહિતે જણાવ્યું હતું કે, શરૂઆતમાં દુર્ગંધ આવી તો અમને લાગ્યું કે, ઘરમાં દિવાળીનું કામ ચાલતું હશે. તેને લઇને કલરની ગંધ આવતી હશે. પરંતુ જ્યારે દુર્ગંધ વધતી ગઇ ત્યારે ત્યારે અન્ય લોકોએ પણ આ અંગેની ફરિયાદ કરી. રણજીતનું મકાન અંદરથી બંધ હતું. પરંતુ તેની જાળી ખુલ્લી હતી. જેથી અમને શક ગયો અને અમે 100 નંબર પર ફોન કરીને આ અંગેની પોલીસને જાણ કરી હતી.
ચાર પાંચ દિવસથી કોઇ દેખાયા નથી આ દુર્ગંધ છેલ્લા ત્રણ – ચાર