Tuesday, November 7, 2023

Extortion of cash on washing day, CCTV | સેલવાસમાં રસ્તા પર પાર્ક કરેલા મોપેડની ડેકીમાંથી 1.60 લાખની ઉઠાંતરી, બે શખ્સો બાઈક પર નાશી છૂટ્યા

વલસાડ10 મિનિટ પેહલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના નારોલી વિસ્તારમાં આવેલી દુકાન બહાર એક મોપેડ ચાલક આધેડ વયના ઇસમે પાર્ક કરેલી મોપેડની ડીકી વચ્ચેથી ઊંચકી ગણતરીની સેકન્ડમાં 2 અજાણ્યા યુવકો રૂ. 1.60 લાખની ઉઠાંતરી કરી ભાગી ગયા હતા. મોપેડ ચાલકે ઘરે જઈને મોપેડની ડેકીચેક કરતા બેન્કમાંથી લાવેલા રૂપિયા ભરેલી થેલી ન મળતા શોધખોળ હાથ ધરી હતી. દુકાનમાં વસ્તુ લેવા ગયા ત્યારે પાર્ક કરેલી મોપેડમાંથી અજાણ્યા 2 યુવકોએ ડેકીમાંથી રૂપિયા કાઢી લીધા હોવાની ઘટના CCTVમાં જોવા મળતા મોપેડ ચાલકે.અજાણ્યા યુવકો વિરુદ્ધ સેલવાસ પોલીસ મથકે FIR નોંધાવી છે. સેલવાસ પોલીસે CCTV ફુટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી