Wednesday, November 8, 2023

Food department raids in sweet- namkeen shops | અમદાવાદનાં પૂર્વ વિસ્તારની 5 દુકાનોમાંથી 6.51 લાખનો શંકાસ્પદ ખાદ્ય જથ્થો ઝડપાયો, 116 ને નોટિસ આપી 1.5 લાખનો દંડ વસૂલ્યો

અમદાવાદએક કલાક પેહલા

  • કૉપી લિંક

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી અમદાવાદમાં આવેલી મીઠાઈ- નમકીન સહિતની દુકાનોમાં ચેકિંગ કરી અને સેમ્પલ લેવા માટેની સૂચના મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને આપવામાં આવી હતી, જેના પગલે ફૂડ વિભાગના અધિકારીઓની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. છેલ્લા ત્રણ દિવસમાં શહેરના પૂર્વ વિસ્તારમાં નરોડા ઓઢવ અને અમરાઈવાડી વિસ્તારમાં આવેલી કુલ 5 દુકાનોમાંથી મીઠાઈ અને તેલના નમૂના લઇ શંકાસ્પદ 2730 કિલો રૂ. 6 51 લાખનો જથ્થો જપ્ત કર્યો હતો.

એક અઠવાડિયામાં 87 જેટલી દુકાનોમાં ફૂડ વિભાગના દરોડા અમદાવાદ