અમદાવાદ6 કલાક પેહલા
- કૉપી લિંક

અમદાવાદમાં જાહેર રોડ પર ગંદકી કરનારા, પાનના ગલ્લા, ચાની કિટલીઓ પર પ્રતિબંધિત પેપરકપ તેમજ પ્લાસ્ટિક વાપરનારા દુકાનદારો વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાહેર રોડ ઉપર ગંદકી કરનારા સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉત્તર પશ્ચિમ ઝોનનાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર ટીમ સાથે રાજપથ ક્લબ રોડ ઉપર જ્યારે રાઉન્ડમાં નીકળ્યા હતા. ત્યારે Hitech Project Private Limited દ્વારા બાંધકામ કરવામાં આવી રહેલી OEUVRE 2 સાઇટ દ્વારા રોડ ઉપર પાણી નાખવામાં આવ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા તેમને કોઈ રોકી શકશે નહીં તેવી વાતો વહેતી થઈ હોવાનું પણ ધ્યાને આવ્યું હતું જેના પગલે મેનેજમેન્ટ વિભાગ દ્વારા આ બિલ્ડરની બાંધકામ સાઈટ સામે કડક કાર્યવાહી કરતા 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ઉત્તર ઝોનમાં 8 દુકાનો સીલ કરાઈ દક્ષિણ ઝોન વિસ્તારમાં સોલિડ