- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- ગાંધીનગર
- ગાંધીનગર પોલીસની તપાસમાં ટેલિગ્રામ પર ભાડે અપાતા પાંચ ખાતામાંથી પાંચ કરોડની લેવડદેવડ મળી આવી છે, વધુ કરોડોના ખાતા બહાર આવવાની શક્યતા છે.
ગાંધીનગરએક મિનિટ પેહલા
- કૉપી લિંક

નિર્દોષ નાગરિકોના બેંક ખાતામાંથી હજારો-લાખો રૂપિયા સગેવગે કરવા માટે ચાલતા દેશવ્યાપી કૌભાંડના મૂળ સુધી પહોંચવા પોલીસની મથામણ ચાલી રહી છે. સાયબર ક્રાઈમ આચરવા ટેલિગ્રામ પર બેંક ખાતા ભાડે આપવા-લેવાની પ્રવૃત્તિ આચરનારા બે આરોપીના રીમાન્ડ પૂરા થતાં જેલમાં મોકલવામાં આવ્યા છે. આ આરોપીઓની પૂછપરછ સાથે પોલીસે ટેલિગ્રામ ગ્રૂપમાંથી મળેલા બેંક ખાતા અને જીમેઈલ આઈડીના આધારે તપાસ હાથ ધરી હતી. આરોપીઓએ મુંબઈના અલી નામના ગઠિયાને 200 ખાતા ભાડે આપ્યા હતા. તેમાંથી 150 ખાતા પોલીસે તપાસ્યા હતા અને પાંચ ખાતામાંથી પાંચ કરોડના વ્યવહાર મળી આવ્યા છે.
એલસીબી પીઆઈ ડી બી વાળાનીની પ્રાથમિક તપાસ મુજબ, બેંક ખાતા