Wednesday, November 8, 2023

In Panchmahal district food safety department conducted checking of food items | પંચમહાલ જિલ્લામાં ફુડ સેફ્ટી વિભાગ દ્વારા ખાદ્ય-પદાર્થોનું ચેકીંગ હાથ ધરાયું

પંચમહાલ (ગોધરા)4 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગોધરાના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા તહેવારોને અનુલક્ષીને ખાદ્ય-પદાર્થોનું ચેકીંગ સતત હાથ ધરવામાં આવેલું છે. જેમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ઉત્પાદન તથા વેચાણ કરતા ફુડ બિઝનેસ ઓપરેટરોના મોમાં તહેવાર દરમિયાન વપરાતા રો-મટીરિયલ્સ જેવા કે દુધ, ઘી, પનીર, ખાદ્ય-તેલ, મરી-મસાલા,માવો, મુખવાસ જેવા ખાદ્ય-પધાર્થોના ફુડ સેફ્ટી હેઠળ 30 નમુના લઈ તપાસ અર્થે ફુડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. વધુમાં દિવાળીના તહેવાર નિમિત્તે ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ (મોબાઈલ ટેસ્ટીંગ લેબોરેટરી) દ્વારા મીઠાઇ, માવો, પાણી, ચટણી, બળેલું તેલ વગેરેના 176 નમૂના સ્થળ પર જ તપાસવામાં આવ્યા છે અને બિન આરોગ્યપ્રદ 282 કિલો ખાદ્ય-પદાર્થોનો નાશ કરાયો છે.

મીઠાઈ-ફરસાણનું ઉત્પાદન-વેચાણ કરતી પેઢીઓમાં સઘન તપાસ કરીને