- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- સુરત
- સુરતના કૌટુંબિક સામૂહિક આત્મહત્યા કેસમાં પોલીસને નવી નોટ મળી, ભાગીદાર નવો ધંધો શરૂ કરવા પૈસા માટે મૃતક પર દબાણ કરતો હતો
સુરત4 મિનિટ પેહલા
- કૉપી લિંક

સુરતના પાલનપુર પાટિયા પાસે નૂતન રો-હાઉસની સામે એક ચકચારી ઘટના સામે આવી હતી. સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના સાત લોકોના સામૂહિક આપઘાતની ઘટના સામે આવી હતી. સામૂહિક આપઘાતની આ ઘટનામાં પિતાએ પરિવારના સભ્યોને દવા પીવડાવી પોતે ગળાફાંસો ખાધો હોવાનું પ્રાથમિક અનુમાન હતું. પરંતુ માતા-દીકરીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બંનેના મોત ગળું દબાવાથી થયાનો ઘટસ્ફોટ થયો હતો. જોકે, આ મામલે સુરત પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસ તપાસમાં આપઘાત પાછળનું ચોક્કસ કારણ મળ્યું છે. મૃતકના હાર્ડવેરના ધંધાના પાર્ટનરની ભૂમિકા સામે આવી છે. પાર્ટનર ઇન્દરપાલ પુનારામ શર્મા નવો ધંધો શરૂ કરવા માટે રૂપિયાનું દબાણ કરતો હતો. જોકે, પોલીસને નવી એક ચિઠ્ઠી પણ મળી આવી છે.