Thursday, November 9, 2023

Indrapal, who forced youth to die after killing six members of Solanki family, produced in court, granted two-day remand | સોલંકી પરિવારના છ સભ્યોની હત્યા બાદ યુવકને મરવા મજબૂર કરનાર ઈન્દ્રપાલને કોર્ટમાં રજૂ કરાયો, બે દિવસના રિમાન્ડ મંજૂર

સુરત43 મિનિટ પેહલા

  • કૉપી લિંક

સુરત સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર સોલંકી પરિવારના સાત સભ્યોના આપઘાત પ્રકરણમાં પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા ભાગીદાર ઈન્દ્રપાલની ધરપકડ બાદ હવે તેના રિમાન્ડ માટેની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પોલીસે ઈન્દ્રપાલને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર છે. પોલીસ દ્વારા હાલના તબક્કે હાથ ધરવામાં આવેલી પૂછપરછ દરમિયાન આરોપી ઈન્દ્રપાલ દ્વારા યેનકેન પ્રકારે ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલા મનિષ ઉર્ફે શાંતુ સોલંકીને રૂપિયાની ઉઘરાણી માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. જેને પગલે નાસીપાસ થયેલા મનીષ સોલંકીએ પરિવારના તમામ સભ્યોની હત્યા બાદ પોતે આપઘાત કરી લીધો હતો.

પરિવારના 6 સભ્યોને મોતને ઘાટ ઉતારી આપઘાત ગત 28મી ઓક્ટોબરના