સુરત7 કલાક પેહલા
- કૉપી લિંક

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ સુરત દ્વારા પોલીસ લાઈન વરાછા ખાતે રેલવે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ માટે કક્ષા બી-40 ટાઈપના રૂ.7 કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ આવાસોનું આજે કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી દર્શના જરદોષ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે આ આવાસ લોકાર્પણમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, આ ઇમારતને સરકારી નહિ પરંતુ પોતાનું સપનાનું મકાન સમજી લેજો. સરકારી મુહૂર્ત સમજી નહીં પરંતુ કુંભઘડો મૂકી ઘરમાં પ્રવેશ કરજો. સાથે દિવાળી તહેવારને લઈ રસ્તા ઉપર વેપાર કરતાં ફેરિયાઓની પણ પોલીસ દિવાળી ન બગાડે તે પ્રકારે વ્યવસ્થા કરવા અંગે ટકોર કરી હતી.

ઉત્તમ સુવિધાઓ સાથે નિર્માણ કરાયું સુરત રેલવે પોલીસના 40