સુરેન્દ્રનગર6 કલાક પેહલા
- કૉપી લિંક

સમગ્ર ગુજરાત રાજ્યમાં રખડતા ઢોર પકડવા મામલે હાઇકોર્ટ દ્વારા કડક વલણ આપવામાં આવ્યું છે. ત્યારે આ મુદ્દે અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે. ત્યારે આ જ સંદર્ભે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં પણ રખડતા ઢોરનો આંતક સતત સામે આવતા હોય તેવા બનાવો વધ્યા છે. છેલ્લા કેટલાક સમયથી રસ્તા ઉપર રખડતા ઢોરો નાના બાળકોને પાડી દેતા હોય, ઇજાઓ પહોંચાડતા હોય, શહેરી વિસ્તારમાં પસાર થતા લોકોને પણ અડચણરૂપી સાબિત થતા હોય તેવી ફરિયાદ પાલિકાને મળી હોવા મામલે આ અંગે પાલિકા એક્શનમાં આવ્યું છે.

એક તરફ સુરેન્દ્રનગર જિલ્લાભરમાં આવેલી પાલિકાઓ દ્વારા આ