- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- રાજકોટ
- રામકૃષ્ણનગરમાં પાર્ક કરેલી કારની બારી તોડી તસ્કરો 2.20 લાખની રોકડ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા, પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી
રાજકોટ3 મિનિટ પેહલા
- કૉપી લિંક

દિવાળીનો તહેવાર નજીક આવતા તસ્કરો પણ બેફામ બન્યા છે. રાજકોટ શહેરમાં રોજ બરોજ ચોરીની ઘટનામાં વધારો થતો જોવા મળી રહ્યો છે, જેમાં આજે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. રાજકોટના રામકૃષ્ણનગર શેરીમાં પાર્ક કરેલ કારમાંથી રોકડ 2.20 લાખની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. રાજકોટના કાલાવડ રોડ પર રહેતા વિરલકુમાર ચમનલાલ પટેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે પોતાની કાર રામકુષ્ણનગર શેરી નં.14 ના ખુણે પાર્ક કરી હતી અને પોતાના કામ માટે ગયા અને પરત આવી જોતા પાછળના દરવાજામાં કાચ તૂટેલી હાલતમાં હતો અને પાછળની શીટમાં રાખેલી બેગ જોવામાં આવી નહીં. જેમા ડોકયુમેન્ટ તથા 2.20 લાખ રોકડા રૂપિયા હતા જેથી કોઈ અજાણ્યો શખસ કારનો કાચ તોડી તેમાં રાખેલી બેગમાં રોકડ 2.20 લાખની ચોરી કરી નાસી છૂટતાં બનાવ અંગેની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરની શોધખોળ હાથ ધરી છે.
ગાળો બોલવાની ના પાડતા યુવાન પર છરી વડે હુમલો રાજકોટના