Monday, November 13, 2023

Sports Festival at Bhagwati International Public School | ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં રમતોત્સવ

પાટણ2 મિનિટ પેહલા

  • કૉપી લિંક

પાટણ| નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં બુધવાર,ગુરૂવારના રોજ બે દિવસીય રમતોત્સવની ઉજવણી કરાઇ હતી. પહેલા દિવસે ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે અેન્યુઅલ સ્પોર્ટસ ડેનું આયોજન થયું હતું. રમતોત્સવમાં બોલ પિકિંગ દોડ, બેલેન્સ ચાલ, 30 મીટર દોડ, દેડકા દોડ, લીંબુ ચમચી, જલેબી દોડ, લંગડી દોડ, કોથળા દોડ, દોરડા કૂદ દોડ જેવી રમતોમાં 800 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બીજા દિવસે શાળાના ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓમાં મૈત્રીભાવ, ખેલદીલીની ભાવના, સંઘ ભાવના, શારીરિક સજ્જતા કેળવાય તે હેતુથી રમતો થઇ હતી. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજ કેમ્પસ ડેવલોપમેન્ટ ઓફિસર પ્રો. જય ધ્રુવ, આચાર્ય ડૉ. ચિરાગ પટેલ, રમતગમત શિક્ષક ડૉ.વિશાલ ધોબી, દિનેશ દેસાઈ દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું.